Western Times News

Gujarati News

દાનહમાં અભિનવ ડેલકર દ્વારા ચુંટણી ઘોષણા પત્ર બહાર પાડ્યુ

(તસ્વીરઃ અશોક જાેષી) દાનહ પંથકમાં લોકસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજાેશ માં ચાલી રહ્યો છે . જેમાં દાનહ ચૂંટણીમાં શિવસેના દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ માં ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું દાનહ પાર્ટી પ્રમુખ અને દિવંગત સાંસદ મોહનભાઇ ડેલકરના પુત્ર અભિનવ ડેલક૨ે ચૂંટણી ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું

અને જણાવ્યું હતું કે દમણ – દીવમાં વિધાનસભાની રચના અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે .વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક મુદ્દાઓ અને જાહે૨ સમસ્યાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે . ખાનવેલ પંચાયતને સ્વતંત્ર જિલ્લો બનાવીને સ્વ. મોહનભાઇ ડેલકરનું સ્વપ્ન પુર્ણ થશે .

ખાનવેલ અને રાંધામાં સિવિલ હોસ્પિટલની સુવિધાઓ , સરકારી નોકરીઓમાં જિલ્લાના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે . ૨ ઓગસ્ટ , દાનહનો મુક્તિ દિવસ , પ્રાદેશિક તહેવાર અને તે દિવસે જાહેર રજા પહેલાની જેમ રાખવામાં આવશે, દાદરા નરોલી સામરવરણીને શહેરી વિકાસ વિભાગમાં સમાવીને નગરપાલિકા બનાવવામાં આવશે .

સાંસદ સાવંતે જણાવ્યું કે શિવસેના ગરીબ અને સામાન્ય નાગરિકોને અધિકાર અને ન્યાય આપવામાં માને છે. પત્રકાર પરિષદમાં ચુંટણીના ઉમેદવાર કલાબેન ડેલકર , મહારાષ્ટ્ર રાજ્યમંત્રી વિનોદ ઘોસાલકર , સાંસદ અરવિંદ સાવંત સહિત સ્થાનિક નેતાઓ તેમની સાથે હાજર રહ્યાં હતાં .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.