Western Times News

Gujarati News

સરકારી કચેરીમાંથી જન્મ-મરણ,લગ્નના દસ્તાવેજો ભરેલા પોટલાની ચોરી

File

વેજલપુર સરકારી ઓફીસમાંથી

તડકે સુકવવા મુક્યા બાદ ત્રણ મહીને કર્મીઓની આંખ ખુલી-દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં તત્વો મોબાઈલ સીમ કાર્ડ અને ખોટા બેંક એકાઉન્ટ ખોલવા કરી શકે તેવી દહેશત

અમદાવાદ : અમદાવાદ શહેરની અર્બન હેલ્થ સેન્ટરમાંથી (urban health centre, vejalpur, ahmedabad) દસ્તાવેજાની ચોરી થતા ચકચાર મચી છે વેજલપુરમાં આવેલાં હેલ્થ સેન્ટરમાથી વર્ષ ૨૦૦૭ થી વર્ષ ૨૦૧૬ સુધીના તમામ દસ્તાવેજા ગાયબ થતા ઘોડા છુટ્યા બાદ કર્મચારીઓ તબેલે તાળા મારવા જેવી કાર્યવાહી પરોવાયા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વેજલપુર ગામમાં મ્યુનિ. કોર્પોરેશનનું અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે

જેમા ત્રણેક મહીના અગાઉ જન્મ મરણ લગ્ન તથા મા અમૃતય કાર્ડના દસ્તાવેજાના પોટલા પલળી જતાં કર્મચારીઓ દ્વારા તેને તડકે મુકવામાં આવ્યા હતા જા કે એ પછી કોઈએ ધ્યાન આપ્યુ ન હતુ બાદમા થોડા દિવસો અગાઉ આ દસ્તાવેજા તપાસ કરતા તે મળી ન આવતાં તમામ કર્મીઓ દસ્તાવેજાની શોધમાં લાગ્યા હતા

જન્મ મરણ તથા લગ્ન અંગેના (birth, death, marriage certificate) દસ્તાવેજાના ૧૭ પોટલા તથા અમૃતમય કાર્ડના ૫૫ પોટલા ગાયબ થઈ જતા અધિકારીઓ પણ દોડતા થયા છે. આ અંગે અધિકારીઓ સુમિતાબેન ફરીયાદ નોધાવી છે કે તમામ દસ્તાવેજા ભરેલા પોટલા સ્ટોર રૂમ કે કંપાઉન્ડમાં અજાણ્યા શખ્શ દ્વારા ચોરી કરવામાં આવ્યા છે.

આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે જા કે લોકોમા ચર્ચા ચાલી રહી છે કે તમામ સરકારી કચેરીઓમા દસ્તાવેજાના પોટલા જ રીતે ધૂળ ખાતા પડ્યા હોય છે પરતુ કોઈ ધ્યાન આપતુ નથી. આ ઘટના ખૂદ કર્મચારીઓને પણ દસ્તાવેજાની ચોરી ક્યાથી થઈ એની જાણ ન હોવાથી મુદ્દો વધુ ચર્ચા સ્પદ બન્યો છે. આ ઘટનાથી સરકારી તંત્ર ચોંકી ઉઠ્યું છે. કેટલાંક ભેજાબાજ ગઠિયાઓ આર્થિક કૌભાંડમાં આ મહત્વપૂર્ણ દસ્તાવેજાનો ઉપયોગ કરતાં હોવાથી આ અંગે ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.