Western Times News

Gujarati News

ગુમ થયેલા બાળકો પૈકી અડધોઅડધનો કોઈ પતો નથી

અમદાવાદ, રાજ્યના અલગ અલગ ભાગમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે જેમાં નવજાત બાળકોને ઉઠાવી જવામાં આવે છે અથવા તો વેચી દેવામાં આવે છે. બાળકોની આ ડરામણી સ્થિતિ સમાજની કડવી વાસ્તવિકતાનો ચિતાર આપે છે. આ પ્રકારની ઘટનાઓને કારણે પરિવારજનોની ચિંતામાં વધારો થાય છે. આ સમાજમાં માત્ર મહિલાઓ જ નહીં, બાળકો પણ સુરક્ષિત નથી.

આવી ઘટનાઓ સમાજની વાસ્તવિકતા તો છતી કરે જ છે, પરંતુ ગુમ થયેલા બાળકોનો જે ડેટા સામે આવ્યો છે કે તંત્રની કામગીરીનો પણ ચિતાર આપે છે. ડેટા અનુસાર, ૧૪ વર્ષ સુધીના જે બાળકો ગુમ થયા છે તેમાંથી અડધા બાળકો ક્યારેય પાછા જ નથી ફર્યા.

સીઆઈડી(ક્રાઈમ)ના ડેટા અનુસાર, ગુજરાત રાજ્યમાં પાછલા પાંચ વર્ષથી એક ચોંકાવનારો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. ૧૪ વર્ષની ઉંમર સુધીના મોટા ભાગના ગુમ થયેલા બાળકો હજી સુધી મળી નથી શક્યા. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ જ્યારે દેશ કોરોના મહામારીના લપેટામાં હતો ત્યારે પણ બાળકો ગુમ થયા હોવાની ઘટનાઓ બની છે અને અડધા બાળકો હજી સુધી મળી નથી શક્યા.

આંકડા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ૨૫૫ છોકરાઓ અને ૪૦૭ છોકરીઓ ગુમ થઈ હતી, જેમાંથી પોલીસ દ્વારા માત્ર ૧૧૩ છોકરાઓ અને ૧૯૩ છોકરીઓને શોધવામાં આવ્યા છે.

કુલ ૬૬૨ બાળકોમાંથી હજી ૩૦૬ બાળકો ખોવાયેલા છે. વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો, ૩૦૫ છોકરાઓ અને ૫૬૩ છોકરીઓ સહિત કુલ ૮૬૮ બાળકો ગુમ થયા હતા. આ પૈકી ૪૧૦ બાળકો જ મળી આવ્યા છે, જેમાંથી ૧૪૦ છોકરાઓ છે અને ૨૭૦ છોકરીઓ છે.આ આંકડા અનુસાર હજી ૪૫૮ બાળકોનો પોલીસને કોઈ અતોપતો નથી મળ્યો, જેમાં ૧૬૫ છોકરાઓ છે અને ૨૯૩ છોકરીઓ છે.

આ જ પ્રકારના આંકડા વર્ષ ૨૦૧૭. ૨૦૧૮ અને ૨૦૧૯માં પણ સામે આવ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ અલગ એટલા માટે છે કે કોરોના મહામારીને કારણે સ્થિતિ અલગ હતી.

શહેરોમાં લોકડાઉન હતા, રાત્રિ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો અને લોકોની અવરજવરને નિયંત્રણમાં રાખવામા માટે પોલીસ પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમના એડીજીપી અનિલ પ્રથમ જણાવે છે કે, અમારા ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર જે બાળકો ખોવાઈ જાય છે તેમાંથી લગભગ ૯૨-૯૩ ટકા બાળકો પાછા આવી જાય છે. મારે જે ડેટા પ્રકાશિત થયો છે તે ચકાસવો પડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.