Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન જેવો વિદ્રોહ! હજારોની ભીડ સાથે રસ્તા પર ભયંકર હિંસા

ઇસ્લામાબાદ, પડોશી દેશ પાકિસ્તાનમાં એક વાર ફરી સ્થિતિ વણસતી નજરે પડી રહી છે. ત્યાંના પંજાબ પ્રાંતમાં કટ્ટર પંથી સંગઠન તહરીક -એ- લબૈક પાકિસ્તાન(ટીએલપી)ના સમર્થકો અને પોલીસની વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. આ હિંસા ત્યારે ભડકી જ્યારે ઈમરાન સરકાર અને ટીએલપીની વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ ગઈ. ટીએલપી પોતાની પાર્ટીના પ્રમુખ સાદ રિજવીની મુક્તિ અને ફ્રાન્સના રાજદૂતને કાઢી મુકવાની કરવાની માંગ પર અડેલી છે.

પ્રતિબંધિત સંગઠન ટીએલપીએ ઈસ્લામાબાદ તરફ માર્ચ શરુ કરી દીધુ છે. પોલીસે તેમને રોક્યા તો તેમની સાથે અથડામણ થઈ. મનાઈ રહ્યુ છે કે પાસ ૮થી ૧૫ હજાર ટીએલપી સમર્થક હજું પણ હાજર છે. જેમની પાસે આધુનિક હથિયાર છે. પાકિસ્તાનના આંતરિક મંત્રીએ ટીએલપી પર પોલીસની વિરુદ્ધ એકે ૪૭ના ઉપયોગનો આરોપ લગાવ્યો છે.

આંતરિક મંત્રી શેખ રાશિદે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે ટીએલપી હવે ઉગ્ર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ટીએલપીએ આજે પોલીસ પર ગોળીઓ ચલાવી છે. જેમાં ૩ પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે ૭૦ ઘાયલ છે. જેમાં ૮ની સ્થિતિ બહું ગંભીર બનેલી છે. તેમણે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. આવનારા ૬૦ દિવસમાં પંજાબ પ્રાંત રેન્જની તૈનાતીની જાહેરાત પણ કરી છે.

ગત વર્ષ નવેમ્બરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોને ક્લાસમાં પૈગમ્બર મોહમ્મદના કાર્ટુન દર્શાવવાને અભિવ્યક્તની આઝાદી ગણાવી છે. આ બાદથી ટીએલપી પાકિસ્તાનમાંથી ફ્રાન્સ રાજદૂતના નિકાલની માંગ કરી રહી છે. આ વર્ષે એપ્રિલમાં આ જ માંગને કારણે હિંસા ભડકી હતી. જે બાદ ટીએલપીના પ્રમુખ સાદ રિજવીને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

ટીએલપી અને ઈમરાન સરકાર વચ્ચે થયેલી વાતચીતમાં કોઈ પરિણામ ન આવ્યું. જે બાદ રવિવારે ટીએલપીએ સરકારની માંગોને પૂરી કરવા બે દિવસનો સમય આપ્યો હતો. સાથે ચેતવણી આપી હતી કે તેઓ ઈસ્લામાબાદને ઘેરશે.

ન્યૂઝ એજન્સીએ એક સિનિયર પોલીસ અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે ટીએલપી સમર્થકોને રોકવા માટે અનેક સ્થળે પોલીસની તૈનાતી કરી છે. તેમણે જણાવ્યું કે પંજાબના મુરિદકથી લઈને ગુજરાંવાલા વિસ્તાર સુધી ઈન્ટરનેટ અને ફોન સર્વિસને બંધ કરી દીધી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે લાહૌરથી ૧૦ હજાર પોલીસકર્મીઓ ઈસ્લામાબાદમાં તૈનાત કર્યા છે અને સુરક્ષા વધારાઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.