Western Times News

Gujarati News

CNG રીફિલિંગ સમયે જબરદસ્ત મોટો બ્લાસ્ટ થયો

ભરૂચ, સીએનજી વાહનનો વપરાશ કરતા લોકો માટે ચેતવણી સમાન સમાચાર આવ્યા છે. ભરૂચમાં નર્મદા ચોકડી નજીક કારમાં સીએનજી ભરાવતા સમયે ધડાકા સાથે બ્લાસ્ટ થયો અને કારના ફુરચે ફુરચા ઉડી ગયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

ભરૂચની નર્મદા ચોકડી નજીક આ ઘટના બની. જાે કે ઝ્રદ્ગય્ ભરાવતા સમયે ગાડીના ચાલક નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ. ત્યારે હાલ ભરૂચનો આ વીડિયો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ભરૂચની નર્દા ચોકડી પાસે એક સીએનજી પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં બ્લાસ્ટની ઘટના બની હતી.

સીએનજી પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં બ્લાસ્ટની ઘટના કેદ થઈ છે. જાે સમયસર લોકો ત્યાંથી ભાગ્યા ન હોત તો મોટી જીવહાનિ થઈ શકી હોત. ફિલર સહિત ૨ કારના ૪ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે પણ વધારો થયો છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આજે ૩૫ પૈસા અને ૩૭ પૈસા વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થવાની અસર દેશમાં ઈંધણના ભાવ પર જાેવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૫ રૂપિયાને પાર પહોંચ્યા છે.

જ્યારે ડિઝલના ભાવ ૧૦૪ રૂપિયાને પાર પહોંચ્યા છે. મોંઘવારીના મારથી જનતા પરેશાન થઈ રહી છે ત્યારે પેટ્રોલ અને ડિઝલના સતત વધતા ભાવ જનતાની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા લોકો સીએનજી તરફ વળ્યા છે.

પરંતુ સીએનજી લગાવ્યા બાદ બિન્દાસ્ત થઈ જવાની જરૂર નથી. તેમાં પણ સાવચેતી ન રાખો તો આ રીતે બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.