Western Times News

Gujarati News

ઓન્લી એટીટ્યુડ બ્યૂટી સલૂન દ્વારા દિવાળી ગ્રૂમિંગ વોર્કશોપનું આયોજન

ઇન્ડિયન બ્યુટિશિયન વેલ્ફેર એસોસિએશન દ્વારા અમદાવાદના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ સુમન ડી હરિયાણીને એ.પી .જે. અબ્દુલ કલામ પ્રોફેશનલ એવોર્ડ્ એનાયત

અમદાવાદ, તાજેતરમાં ઇન્ડિયન બ્યુટિશિયન વેલ્ફેર એસોસિએશન દ્વારા 3જી ઓક્ટોબર 2021ના રોજ ગોવા ખાતે એ.પી. જે અબ્દુલ કલામ પ્રોફેશનલ એવોર્ડ્સ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, આ એવોર્ડ્સ માટે દેશભરમાંથી અલગ અલગ ઓર્ગેનાઝેશનમાંથી દ્વારા જેમ કે ફિલ્મ, સામાજિક સંસ્થા, ફેશન, સૌંદર્ય અને મેકઅપ ઉદ્યોગના ક્ષેત્રોમાંથી 30 જાણીતા લોકોને નામાંકિત કરી એની પસંદગી કરવામાં આવ્યા હતા.

ઇન્ડિયન બ્યુટિશિયન વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ તરીકે શ્રી રાજ પાંડાએ જણાવ્યું હતું કે તમામ 30 લોકોના પસંદગીઓ તેમના વ્યાવસાયિક અને સામાજિક સિદ્ધિઓની મૂળભૂત બાબતોના આધારે કરવામાં આવ્યું હતું અને  તેમની સંસ્થાનો ઉદ્દેશ્ય આવનારા સામાજિક કાર્યકરો અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાનો હતો જે  રાષ્ટ્ર નિર્માણ માટે કંઈક નવું કરવાનો ઉત્સાહ ધરાવે છે.

તે ઉલ્લેખનીય છે કે આપણા અમદાવાદના ઓન્લી એટીટ્યુડ બ્યૂટી સલૂનના મૅનેજિંગ ડિરેક્ટર, જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેરસ્ટાઈલિંગ એક્સપર્ટ શ્રીમતી સુમન ડી હરિયાણીને પણ ગોવામાં યોજાયેલ આ કાર્યક્રમ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમને એ.પી.જે અબ્દુલ કલામ પ્રોફેશનલ અચીવર એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તારીખ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ શ્રીમતી સુમન હરિયાણી દ્વારા દિવાળીના ત્યૌહારના સમયમાં પોતાના ત્વચાના સાજ સંભાળ કઈ રીતે રાખવું જોઈએ એના પર એક ખાસ ગ્રૂમિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીમતી સુમન એ જણાવ્યું કે ,   દરેક સ્ત્રી નું સપનું હોઈ છે કે તેમની સ્કિન સુંદર અને ફ્લોલેસ હોઈ, અને તેના માટે તે લોકો બધી જ વસ્તુ કરવા માટે તૈયાર હોય છે, ઓન્લી એટીટ્યુડ બ્યૂટી સલૂન દ્વારા આ દિવાળીએ ખાસ ગ્રૂમિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

જેથી આમારું એવોર્ડ વિનિંગ ટીમ તમને આ દિવાળી માટે એક્સપર્ટ ટિપ્સ આપી શકે. મને ખુશી છે કે IBWA  દ્વારા અમારું પ્રોફેશનલ એક્સપર્ટ સર્વિસીસને આવકારવા આવ્યું. ગોવામાં ઘણા બધા અન્ય પ્રખ્યાત હસ્તીઓને પણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું જેમાં શ્રી સંજીવ કુમાર (મિસ / મિસ્ટર / મિસિસ ઈન્ડિયા ગ્લોબ અને મેગ્નેટ પ્રોડક્શનના અધ્યક્ષ),

શ્રી  વિરલ પંડ્યા (અભિનેતા),  સુશ્રી ખુશ્બુ (અભિનેત્રી), શ્રીમતી સરિતા ઝાડે (પુણે), શ્રી ચંદન ઉપાધ્યાય, સુશ્રી તૃપ્તિ માણિક મેશ્રામ જેવા લોકોને મળવાનું તક મળ્યો.  હેર મેકઅપ અને બ્યુટી ઇન્ડસ્ટ્રીમાંથી પંકજ જી, સમીર સાવલા જી, અને વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓના કેટલાક મોડેલ્સ છે ને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મને ગર્વ છે કે ગુજરાતને પ્રતિનિધિત્વ કરવાનો તક મળ્યો અને બીજી વાર આમને એવોર્ડ પણ મળ્યો.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.