Western Times News

Gujarati News

દિવાળી પહેલાથી જ કચ્છની હોટલો હાઉસફૂલ, દેશભરમાંથી પ્રવાસીઓ આવશે

ભુજ, દિવસેને દિવસે પ્રવાસીઓ માટેનું હબ બનતું જાય છે ત્યારે કચ્છમાં ખાસ કરીને તહેવારોની રજામાં તેમજ દિવાળીનાં વેકેશનમાં સૌથી વધુ પ્રવાસીઓનો જમાવડો જાેવા મળતો હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ખૂબ ઓછા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા માત્ર હોટલ ઉદ્યોગ જ નહીં પરંતુ પ્રવાસનને લગતા તમામ ધંધાઓમાં મંદી સર્જાઈ હતી, પરંતુ હવે જ્યારે મહામારીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ પાછા કચ્છ તરફ ફર્યા છે.

રણોત્સવ પણ શરૂ થવાનો છે ત્યારે હોટલ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાયોભુજમાં મોટાભાગની હોટલોમાં રૂમોનું એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું છે, તેની સામે ઇન્કવાયરી પણ અનેક ગણી વધી ગઈ છે.

દિવાળીની રોનકને કારણે હોટલ માલિકોના ચેહરા પર પણ આનંદ છવાઈ ગયો છે. જિલ્લાની હોટલોમાં પણ હાઉસફુલના પાટિયા લાગી રહ્યા છે. ૩ નવેમ્બરથી લઇને ૧૪ નવેમ્બર સુધીનું બુકિંગ તો અત્યારથી જ ફુલ થઇ ચૂક્યું છે. ઉપરાંત નવેમ્બરથી સફેદ રણમાં રણોત્સવ પણ ચાલુ થઇ રહ્યો છે તે જાેતાં હોટલ ઉદ્યોગમાં દિવાળીને કારણે પ્રાણ ફુંકાયો હોવાનું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

દિવાળીના કારણે હોટલ ઉદ્યોગને મળશે આવક કચ્છમાં છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં તેની હોટલ ઉદ્યોગ પર માઠી અસર પડી હતી. કારણ કે, પ્રવાસીઓ હોય કે ન હોય હોટલનું મેન્ટનન્સ, કર્મચારીઓનો પગાર સહિતનું ભારણ ચાલુ રહેવા પામ્યું હતું તેની સામે આવક શૂન્ય થઇ ગઇ હતી પરંતુ હવે ફરી એકવાર દિવાળીના વેકેશનને કારણે હોટલ ઉદ્યોગને પ્રાણવાયુ મળે તેવું લાગી રહ્યું છે.

દિવાળીના વેકેશનને પગલે અત્યારથી જ બુકિંગ થઇ ચુક્યું છે અને પ્રવાસીઓનો સતત જમાવડો જાેવા મળશે. અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું છે તેમાં મોટાભાગના મુંબઇ, વેસ્ટ બંગાલના, દિલ્હી અને હરિયાણાના પ્રવાસીઓ જાેવા મળી રહ્યા છે. તો ગુજરાતના દરેક ખૂણામાંથી પણ ઘણા પ્રવાસીઓનો સમાવેશ થાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.