Western Times News

Gujarati News

ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત ‘ચિત્રકૂટ ધામ’ની રાષ્ટ્રપતિએ મુલાકાત કરી

ભાવનગર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. તેઓ મોરારી બાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઇ અભિભૂત થયાં હતાં.

રાષ્ટ્રપતિ સાથે તેમની આ મુલાકાતમાં તેમના ધર્મપત્ની સવિતા કોવિંદ પણ જાેડાયાં હતાં. બે દિવસીય ભાવનગરની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ પૂ. બાપૂના આશ્રમ તલગાજરડા ખાતે પહોંચ્યાં હતાં.

રાષ્ટ્રપતિએ આશ્રમમાં શ્રધ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી હતી. તેમણે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઈ મોરારીબાપુ સાથે આધ્યાત્મિક સંવાદ કર્યો હતો.આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.