Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં વાહન ચોરતી મહિલા ઝડપાઈ

અમદાવાદ, શિયાળો શરૂ થવાની સાથે જ લૂંટારૂ અને ચોર ગેંગ સક્રિય થઈ જતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં પુરુષ નહીં પરંતુ એક મહિલા વાહન ચોર ઝડપાઈ છે. નવાઈની વાત તો એ છે કે, આ મહિલાએ એક જ દિવસમાં એક કે બે નહીં પરંતુ ૬ ટુ વ્હીલર (એક્ટિવા)ની ચોરી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વેજલપુર પોલીસે મહિલા ચોરની ધરપકડ કરી તેમજ ચોરાયેલા વાહનો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઝડપાયેલી મહિલા આધેડ ઉંમરની રાબીયાબાનુ ઉર્ફે યાસીનમિયા શેખ હોવાનું સામે આવ્યું છે.

તે વાહન ચોરી કરવામાં માસ્ટર માઈન્ડ છે. એક જ દિવસમાં વેજલપુર વિસ્તારના અલગ અલગ જગ્યા પરના ૬ જેટલા વાહનો ચોરી કર્યા હતા. મહિલાની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો તે માસ્ટર કી દ્વારા એકટિવા ચોરી કરતી હતી.

એક જ દિવસમાં વાહન ચોરીની ઘટનાને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને અંતે મહિલા ચોરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા આરોપી પુછપરછમાં સામે આવ્યું કે, તેણીએ પહેલી વખત જ વાહન ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે. જાે કે, ચોરી કરેલી એક્ટિવા વેચવા જાય તે પહેલાં પોલીસ હાથે પકડાઈ ગઈ હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાબી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આવી ગેંગો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે.

ત્યારે તસ્કરો આ તક નો લાભ લઇ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.