Western Times News

Gujarati News

9500 જેટલા બાળકોને સ્માઈલ કેમ્પેઇનના ભાગરૂપે મીઠાઈ આપવામાં આવશે

જ્યારે તમે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકો ત્યારે દિવાળી વધુ યાદગાર બની જાય છે. આ દિવાળીએ શ્રી ગગન ગોસ્વામી, એમડી, હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયા પ્રા. લિમિટેડ મુખ્યત્વે રેડિયો વન 95.0 એફએમ સાથે તેમના સ્માઈલ કેમ્પેઇનમાં બાળકો પર સ્મિત લાવવાના ઉમદા હેતુને સમર્થન આપે છે.

રેડિયો વન દ્વારા વર્ષ 2019માં સ્માઈલ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું, આ કેમ્પેઇન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ રીતે શક્ય હોય તે રીતે કોઈના ચહેરા પર સ્મિત આપવા નો છે.

31મી ઓક્ટોબરના રોજ, શ્રી ગગન ગોસ્વામીએ રેડિયો વનની ટીમ સાથે અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતા વંચિત બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું. દિવાળીની આ સિઝન દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના 9500જેટલા બાળકોને સ્માઈલ કેમ્પેઇનના ભાગરૂપે મીઠાઈ આપવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.