Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા ડો. વલ્લભભાઈ કથીરીયા

ગાંધીનગર, ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે કરોડો પરીવારોમાં ૩૩ કરોડ દેવી–દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૧૦૧ કરોડ દિવા પ્રગટે તે માટે ”કામધેનુ દિવાપલી અભિયાન” નું સતત બીજા વર્ષે મંગલાચરણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન ગાયના ગોબરમાંથી બનાવેલ ગોમય દિવડાઓ આપી અભિવાદન કર્યું હતું.

આ અભિયાન અંગેની તમામ માહિતી જાણી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ પોતાના હૃદયની પ્રસન્નતા વ્યકત કરીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું.આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે બે વર્ષ દરમિયાન ડો. વલ્લભભાઈ કથીરિયાએ કરેલ કામગીરી ની બુક “ ગૌ સેવા… રાષ્ટ્ર સેવા…” પણ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને અર્પણ કરી હતી .

અને ગૌ સેવાના વિવિધ પાસાઓ જેવા કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌશાળાઓ ખોલવી, યુનિવર્સિટી અને કોલેજાે માં કામધેનુ ચેર ની સ્થાપના કરવી કે જ્યાં ગાયો વિષે ની સંપૂર્ણ માહિતી વિષે બાળકો માહિતગાર થાય અને અવનવા સંસોધનો થાય, ગૌ વિજ્ઞાન પરીક્ષા ને પ્રોત્સાહન પૂરું પાડવું

તેમજ પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ ર્નિભર’ ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને ધ્યાનમાં રાખી સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા–મહિલા ઉદ્યોમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના પંચગવ્યમાંથી વિવિધ પ્રોડકટસ બનાવવામાં તેમજ આ અંગેના ઉદ્યોગો સ્થાપવામાં મોટી મદદ મળશે તેમ ડો. કથીરિયાએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને જણાવ્યું હતું. જેના થકી પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે.

યુવા-મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ ર્નિભરતાનો રાષ્ટ્રીય ઉદ્દેશ સિધ્ધ થશે. ગૌ સેવાના આવા અનેક મુદ્દાઓ પર લંબાણ પૂર્વક ચર્ચા ડો. વલ્લભભાઈ કથીરિયાએ રાષ્ટ્રપતિ કોવિંદજી સાથે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.