Western Times News

Gujarati News

કોરોનાને કારણે અટકેલા પ્રોજેક્ટ શરૂ થતાં જ સુરતની ટ્રેઝરી વિભાગની તિજાેરી છલકાઈ ગઈ

સુરત, ગત વર્ષે કોરોનાને કારણે અનેક પ્રોજેક્ટો અટકી પડ્યા હતા. જેની સીધી અસર સરકરની આવક પર પડી હતી. તેની સામે આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર-માસના છ ગાળામાં જ સુરત જીલ્લા ટ્રેઝરી વિભાગની આવક અને જાવકમાં ગયા વર્ષની સરખામણીમાં ૩૦ ટકાની વધારો જાેવા મળ્યો છે.

સુરત જીલ્લામાં સરકારી વિભાગોનુૃ મુખ્ય મથક એટલે જીલ્લા ટ્રેઝરી વિભાગ ગણાય છ. કારણ કે જીલ્લા ટ્રેઝરી વિભાગમાંથી જ તમામ વિવિધ વિભાગોમાં થતાં ખર્ચા અને અને આવકના લેખાજાેખા તૈયાર થાય છે. ગયા વર્ષે કોરોનાને કારણે જીલ્લાના ઘણા પ્રોજેક્ટ અટકી પડયા હતા.

જેને કારણે ગયા વર્ષે જીલ્લા ટ્રેેઝરીમાં કુલ ૩૩૪રર.૭૪ કરોડની આવક થઈ હતી. તેની સામે ર૮૦૪.૧૬ કરોડનો ખર્ચ ગયા વર્ષે જીલ્લા ટ્રેઝરીમાં નોંધાયો હતો. જેની સરખામણીમાં ચાલુ વર્ષે અપ્રિલ મહિનાથી ઓક્ટોબર મહિના સુધીમાં એટલે કે માત્ર છ માસના ગાળામાં જ આવક ૩૪૭૧.૩ર કરોડ અને ખર્ચ ૩૭૧૮.૪૮ કરોડથયો છે. એટલે કે આવક અને જાવક બંન્નેમાં આશરે ૩૦ ટકા જેટલો વધારો જાેવા મળે છે.

ટ્રેઝરીની આવકમાં મુખ્યત્વે આરટીઓ, પોલીસ દ્વારા લેવાતો દંડ, કલેકટર કચેરીમાં થતાં ખેતી બિનખેતીના પ્રીમિયમ, લીઝ, રોયલ્ટી એક્સાઈઝ, નશાબંધી સહિતમાંથી થતી આવક જમા થાય છે. જેમાં આરટીઓ અને કલેકટરના પ્રિમીયમની આવક સૌથી વધુ હોય છે. ગયા વર્ષે કોરોનાનેે કારણે તમામ કચરીઓ બંધ હોવાથી આવક ઘટી હતી. આ વખતે પોલીસના દંડની, કલેકટર પ્રિમીયમની અને આરટીઓની સૌથી વધુ આવક થઈ છે.

જીલ્લા ટ્રેઝરીમાં સ્ટેમ્પ ડ્યુટીના વેચાણની આવકની વાત કરીએ તો ગયા વર્ષે ર૦ર૦-ર૧માં ૧૭.૩૧ કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે માત્ર ૬ મહિનામાં જ ૧ર.પ૧ કરોડની આવક સ્ટૈમ્પ ડ્યુટી વેચાણ થકી થઈ હતી. એટલે કે હજી આગામી છ મહિનામાં આવક ર૦ કરોડનો આંકડો પાર કરે એવી શક્યતાઓ છે. કારણ કે ગયા વર્ષેે કોરોનાને કારણે મિલકત અને મકાનોની ખરીદી પણ અટકી ગઈ હતી. ચાલુ વર્ષે ધીમે ધીમે આ ખરીદીમાં વધારો થાય તો સ્ટેમ્પ ડ્યુટી વેચાણમાં પણ વધારો થશે.

જીલ્લા ટ્રેઝરી વિભાગમાં જે ખર્ચ થાય છે તેમાં સૌથી મોટો ખર્ચ હેલ્થ વિભાગનો હોય છે. સિવિલમાં ડોક્ટરો અને પ્રોફસરોનો પગાર, સ્ટાઈપેન્ડ, ત્યારબાદ મહેસુલ વિભાગમાં અધિારીઓનો પગાર અને શિક્ષણ વિભાગમાં શિક્ષકોનો પગાર, પેન્શન, માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ ખાતામાં ચાલતા પ્રોજેક્ટોનો ખર્ચ સૌથી મોટો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.