Western Times News

Gujarati News

અમદાવાદીઓ દીવાળી ઉત્સાહભેર ઊજવી શકે તે માટે ફાયર બ્રિગેડનો સ્ટાફ સતત દોડતો રહ્યો

પ્રતિકાત્મક

છેલ્લાં પાંચ-સાત વર્ષનો આગની સંખ્યાનો રેકોર્ડ નોંધાયોઃ ફટાકડા સિવાયનાં અન્ય કારણોથી પણ કુલ ૬૨ જગ્યાએ આગ લાગી: પશ્ચિમ ઝોન આગના મામલે સૌથી વધુ અસલામત રહ્યો

ફટાકડાને કારણે સાત દિવસમાં ૧૧૫ સ્થળે આગ લાગી

અમદાવાદ, દિવાળી ફટાકડા, પ્રકાશ, વસ્ત્રો, રંગોળી અને મીઠાઈનો તહેવાર ગણાય છે. આ દિવાળીને અમદાવાદીઓએ કોરોનાની બીક હળવી થવાથી ભારે ઠાઠમાઠથી ઊજવી હતી, જ્યારે ફટાકડા ફોડવામાં પણ લોકોએ ખાસ્સો આનંદ માણ્યો હતો.

જાેકે ફટાકડાની સાથે નાની-મોટી આગની ઘટનાઓ પણ સંકળાયેલી હોઈ દિવાળીના તહેવારોના આ સાત દિવસમાં શહેરમાં કુલ ૧૧૫ આગની ઘટના નોંધાઈ હતી. મ્યુનિ.ફાયરબ્રિગેડ દ્વારા એકલા ફટાકડાથી લાગેલી ૧૧૫ આગને બુઝાવવાની કામગીરી દરમિયાન સદનસીબે ઈજા-જાનહાનિની કોઈ ઘટના થઈ નહોતી.

મ્યુનિ.ફાયરબ્રિગેડના ચોપડે ગત તા.૧ નવેમ્બરથી ગઈ કાલ તા.૭ નવેમ્બરના બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં માત્ર ફટાકડાથી કુલ ૧૧૫ સ્થળોએ નાની-મોટી આગની ઘટના નોંધાઈ હતી. વાઘબારસ તા.૧ નવેમ્બરે આગના કુલ ૧૧ કોલ, કાળીચૌદશ-તા.૩ નવેમ્બરે આગના કુલ ૧૦ કોલ, દિવાળી- તા.૪ નવેમ્બરે આગના કુલ ૩૪ કોલ, બેસતું વર્ષ-તા.૫, નવેમ્બરે આગના કુલ ૭ કોલ અને ૭ નવેમ્બરે બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી આગને લગતો એક પણ કોલ ફાયરબ્રિગેડ વિભાગને મળ્યો નહોતો.

મ્યુનિ.ફાયરબ્રિગેડના જવાનોએ અમદાવાદીઓએ શાંતિથી દિવાળી ઊજવી શકે તે માટે આ દિવસોમાં સતત દોડધામ કરી હી. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં દિવાળીના તહેવારોમાં નવો રેકોર્ડ થયો છે. પહેલાંના વર્ષાેમાં બધા મળીને ૬૦થી ૭૦ આગના કોલ નોંધાતા હતા, જે આ દિવાળીએ વધીને ૧૭૭ થયા છે, જેમાં સાતથી આઠ આગના મોટા કોલ હતો.

હવે આગનાં કારણો તપાસતાં લોકોએ ઘરની બહાર નાંખેલા કચરાના કારણે સૌથી વધુ ૫૮ કોલ મળ્યા હતા. ફેક્ટરીમાં લાગેલી આગના કુલ ૧૨ કોલ, મકાનોમાં લાગેલી આગના કુલ ૨૪ કોલ, વાહનમાં લાગેલી આગના કુલ પાંચ કોલ, દુકાનમાં લાગેલી આગના કુલ ૮ કોલ, ફટાકડાંની લારીમાં લાગેલી આગનો એક કોલ, ઝાડમાં લાગેલી આગના કુલ છ કોલ અને એક કોલ રેલવે ઓફિસમાં આગ લાગતાં તંત્રના ચોપડે ચઢ્યો હતો.

જાેકે ફટાકડા સિવાયનાં અન્ય કારણો જેવાં કે, શોર્ટસર્કિટના ૨૦ કોલ, ગેસ લીકેજનો એક કોલ, ગોડાઉનના ત્રણ કોલ, મ્યુનિ.ઓફિસનો એક કોલ, દીવાથી લાગેલી આગના પાંચ કોલ, ખુલ્લા પ્લોટ અને ક્ચરામાં લાગેલી આગના સૌથી વધુ ૧૬ કોલ, શોર્ટસર્કિટથી મકાનમાં લાગેલી આગના બે કોલ તેમજ અન્ય કારણસર લાગેલી આગના કુલ ૧૧ કોલ મળીને કુલ ૬૨ કોલ મ્યુનિ.ફાયરબ્રિગેડને મળ્યા હતા.

ફટાકડાના કારણે રાણીપ, પ્રહલાદનગર, ગોતા, ચાંદખેડા, સાબરમતી, નારણપુરા, બાપુનગર, વટવા, ગોમતીપુર, કાલુપુર, દરિયાપુર, ઓઢવ, નરોડા, નારોલ, અસલાલી અને મણિનગરમાં આગના નાના-મોટા બનાવ બન્યા હતા, જ્યારે અન્ય કારણસર શાહપુર,

કાલુપુર, બહેરામપુરા, ગોમતીપુર, ખોખરા, નારોલ, અસલાલી, નારણપુરા, વટવા, સોલા, બોડકદેવ, નવરંગપુરા, શીલજ, બોપલ, અમરાઈવાડી, ઘીકાટાં, દાણીલીમડા, ખેડા, સાંતેજ અને બાકરોલમાં આગ લાગી હતી.

જાેકે ફટાકડા તેમજ અન્ય કારણસર લાગેલી કુલ ૧૭૭ ઘટના પૈકી એક પણ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિ થઈ નથી. ફટાકડાથી લાગેલી આગના મામલે પશ્ચિમ ઝોનકુલ ૬૫ કોલ સાથે સૌથી અસલામત ઝોન બન્યો છે, જ્યારે પૂર્વ ઝોનમાં કુલ ૧૯, મધ્ય ઝોનમાં કુલ ૧૬, ઉત્તર ઝોનમાં કુલ આઠ અને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછા સાત કોલ નોંધાયા હતા.

દરમિયાન, મ્યુનિ.ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ કહે છે. દિવાળીમાં ઘરઆંગણાના ક્ચરાના કારણે સૌથી વધુ આગના કોલ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.