Western Times News

Gujarati News

દિલ્હી બાદ હરિયાણાના ૪ જિલ્લાઓમાં પણ શાળા કોલેજો બંધ કરાવાનો નિર્ણય

ચંડીગઢ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બાદ હરિયાણામાં વધી રહેલા પ્રદૂષણને જાેતા ૪ જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તમામ શાળાઓ ૧૭ નવેમ્બર સુધી બંધ રહેશે. નેશનલ કેપિટલ રિજનના ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જર જિલ્લામાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ અંગે આદેશ જાહેર કર્યો છે.

એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે હરિયાણા સરકારે શાળા બંધ રાખવાનો ર્નિણય લીધો છે. આ સાથે તમામ પ્રકારના બાંધકામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાલિકા દ્વારા કચરો બાળવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન પરાળ સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટની ગંભીર મુદ્દા અને વાયુ પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નક્કર પગલાં લેતા ૧૭ નવેમ્બર સુધી શાળાને બંધ રાખવાનો ર્નિણય લીધો હતો. જેથી બાળકોને પ્રદૂષિત હવામાં શ્વાસ ન લેવો પડે.

આ સિવાય દિલ્હીમાં ૧૪ થી ૧૭ નવેમ્બર સુધી બાંધકામ પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દેશમાં વધી રહેલા પ્રદુષણના મામલે સરકારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટા ભાગના કર્મચારીઓને ઘરે રહીને કામ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત બેઠકમાંએ પણ ર્નિણય લેવામાં આવ્યો છે કે, દિલ્હીની સરકારી કચેરીઓના કર્મચારીઓ એક સપ્તાહ સુધી ઘરેથી કામ કરશે. એક સપ્તાહ માટે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટ તરફથી લોકડાઉન લાગુ કરવાના વિચાર પર દરખાસ્ત કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે.

લોકડાઉન કેવી રીતે લાગુ કરી શકાય તે અંગે કોર્ટ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરશે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું કે લોકડાઉન એક મોટો ર્નિણય છે. આ અંગે કેન્દ્ર અને તમામ એજન્સીઓ સાથે વાત કર્યા બાદ જ આ અંગે ર્નિણય લઈ શકાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.