Western Times News

Gujarati News

ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના સપ્લાયર મુખ્ય આરોપી મુસ્તાકખાન પઠાણની મુંબઈથી કરી ધરપકડ

મુંબઇ, અમદાવાદ શહેરમાં ૧૧ ઓગસ્ટના રોજ બારેજા ગામથી જેતલપુર ગામ તરફ જતા હાઈવે રોડ પર બે શખ્સ રૂ.૭ લાખની કિંમતના ૭૦ ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હતા.

ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી તરીકે મુંબઈના મુસ્તાકખાન પઠાણનું નામ સામે આવ્યું હતું, જેને અમદાવાદ પોલીસ મુંબઈ જઈને ઝડપી પાડ્યો છે. એમડી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરની ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી કરી ધરપકડછેલ્લા કેટલાક વર્ષથી નાસતો ફરતો હતો વોન્ટેડ આરોપીઆરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે યાકુબ પલાસરા અને મોહમંદસાદિક નામના બે યુવકો પાસેથી ૭૦ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળ્યું હતું. જે મામલે મુંબઈના શખ્સનું નામ સામે આવ્યું હતું, જે ભાગતો-ફરતો હોવાથી વોન્ટેડ જાહેર કરાયો હતો.

આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે મુંબઈ જઈને મુંબઈ પોલીસની મદદ માંગી હતી. સ્થાનિક પોલીસની બાતમીના આધારે મુસ્તાકખાન ત્રિવેણીનગરમાં ૧૯ માળની બિલ્ડીંગમાં રહેતો હોવાની જાણ થઈ હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીના ફ્લેટ પર પહોંચીઆ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીના ફ્લેટ પર પહોંચી હતી, જ્યાં આરોપી મુસ્તાકખાન તેના પલંગની નીચે છુપાયેલો મળી આવ્યો હતો.

વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી અમદાવાદ લાવીને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં આરોપીએ એમ.ડી ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. હાલમાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની તપાસ શરૂ કરી છે, સાથે તે અન્ય આવા પ્રકારના કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.