Western Times News

Gujarati News

દેશમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસ નોંધાયા સાથે કોવિડની સંખ્યા વધીને ૩,૩૮,૭૩,૮૯૦ થઈ

નવીદિલ્હી, કોરોના મહામારી વિરુદ્ધ લડવા માટે દુનિયાભરની તમામ દેશોની સરકારો પૂરો પ્રયત્ન કરે છે. પરંતુ હજુ તેના પર પૂરી રીતે કાબુ મેળવી શકાયો નથી. ત્યારે જાે ભારતની વાત કરીએ તો અહી વેક્સિન પર વધુ ભાર આપવામાં આવ્યો તેની અસર હાલમાં જાેઇ શકાય છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાનાં કેસમાં ઓછા સામે આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં આજે કોરોનાનાં કેસમાં મંગળવારની સરખામણીએ વધારે કેસ નોંધાયા છે. જાે કે તેમા કોઇ એટલે પણ વધારો થયો નથી, જે દર્શાવે છે કે ભારતમાં કોરોના વિરુદ્ધ લડવામાં દેશ આગળ વધી રહ્યો છે. વળી દેશમાં વેક્સિન પણ ઝડપથી આપવામા આવી રહી છે એક આ પણ કારણ કોરોનાનાં કેસમાં ઘટાડો થવા પાછળ છે.

બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૦,૧૯૭ નવા કેસ નોંધાયા સાથે કોવિડની સંખ્યા વધીને ૩,૩૮,૭૩,૮૯૦ થઈ ગઈ છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ ઘટીને ૧,૨૮,૫૫૫ પર આવી ગયા છે. સવારે અપડેટ કરાયેલ ડેટા દર્શાવે છે કે ૩૦૧ નવા મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક ૪,૬૪,૧૫૩પર પહોંચી ગયો છે.

નવા કોરોના વાયરસનાં ચેપમાં દૈનિક વધારો સતત ૪૦ દિવસથી ૨૦,૦૦૦ ની નીચે રહ્યો છે અને સતત ૧૪૩ દિવસથી દરરોજ ૫૦,૦૦૦ થી ઓછા નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “સક્રિય કેસોની સંખ્યા ઘટીને ૧,૨૮,૫૫૫ થઈ ગઈ છે, જેમાં કુલ ચેપના ૦.૩૭ ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે.

દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૮૨ ટકા નોંધાયો હતો. છેલ્લા ૪૪ દિવસમાં તે ૨ ટકાથી ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ૦.૯૬ ટકા નોંધાયો હતો. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૫૪ દિવસથી તે ૨ ટકાથી નીચે છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૩,૩૮,૭૩,૮૯૦ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર ૨ ટકાથી ઓછો નોંધાયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.