Western Times News

Gujarati News

રાતના સમયે રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગયા નશામાં ધૂત યુવક-યુવતી

નવીદિલ્હી, ભારતમાં સૌથી સુરક્ષિત જગ્યાઓમાંથી એક એટલે કે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે.ભારતમાં સૌથી સુરક્ષિત જગ્યાઓમાંથી એક એટલે કે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે, સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગઇકાલે એક યુવક અને યુવતી ગાડી લઈને રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થઈ ગયા હતા, જાેકે બાદમાં ત્યાં બોડીગાર્ડ્‌સે તેમને પકડી પાડયા હતા.

સમગ્ર ઘટના સોમવારે રાતે લગભગ ૯ વાગ્યાની આસપાસ થઈ હોવાનું સામે આવ્યું છે જેમા એક યુવક અને એક યુવતી ગાડી લઈને રાષ્ટ્રપતિભવનનાં ૩૫ નંબરનાં ગેટ પાસેથી દાખલ થયા અને ત્રણ બેરીકેડ પાર કરીને અંદર સુધી પહોંચી ગયા હતા.

સૂત્રો અનુસાર બંને નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે, જાેકે તેમ છતાં સુરક્ષા એજન્સીઓ હવે સતર્ક થઈ ગઈ છે. પોલીસે બંનેને પકડીને સઘન પૂછપરછ કરી હતી અને તે બાદ તેમને કોર્ટમા હાજર પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જાેકે હજુ સુધી તે જાણકારી સામે નથી આવી કે આ બંને વ્યક્તિએ જાણી જાેઈને આ હરકત કરી છે કે પછી ભૂલ થઈ છે. પોલીસ આ મામલે હજુ તપાસ કરી રહી છે અને રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે, જવાનોને પણ અલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.