Western Times News

Latest News from Gujarat India

નરેન્દ્ર મોદીની ૨૦૦૩ની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની પાર્ટનર ‘ફિક્કી’ હવે ૧૦મી સમિટમાંથી આઉટ, ‘એસોચેમ’ની અચાનક એન્ટ્રી

ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા રોકાણ આકર્ષવા યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨માં આ વખતે આયોજનના પાયામાં નેશનલ પાર્ટનર તરીકે સંકળાયેલી બિઝનેસ સંસ્થાઓમાં મોટો ફેરફાર થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ-સીઆઇઆઇ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ-ફિક્કી અગાઉની તમામ વાઇબ્રન્ટમાં સંકળાયેલા હતા, તેમાંથી આ વખતે ફિક્કીને બહાર કરી દેવામાં આવી છે.

વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં ફિક્કીના સ્થાને આયોજનમાં પ્રમાણમાં નવી બિઝનેસ સંસ્થા એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ-એસોચેમને જાેડવામાં આવી છે. આ વખતે જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સીઆઇઆઇ અને એસોચેમ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે કામગીરી શરુ પણ કરી દીધી છે.

ગુજરાત સરકારે ૨૦૦૩માં રોકાણકારોને આકર્ષતી અને આગવી ઇમેજ ઉભી કરવા બ્રાન્ડિંગ ઇવેન્ટ તરીકે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી તે સમયથી ફિક્કી જાેડાઇ હતી. ત્યાર બાદ આ નાતો વર્ષો વર્ષ જાેડાયેલો રહ્યો હતો.

હવે રાજ્ય સરકારમાં પણ ખુબ ઓછા વાઇબ્રન્ટ સમિટના અનુભવી અધિકારીઓ સાથે જાેડાયેલી સંસ્થા ઘટી રહી છે, તેવા સંજાેગોમાં હવે સીઆઇઆઇ કે એસોચેમમાં પણ અગાઉની સમિટના અનુભવી જાણકાર વ્યક્તિઓ ઓછા છે, એક સમયે ફિક્કીના નેશનલ ચેરમેન પંકજ પટેલ વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં મુખ્ય રોલમાં હતા અને વડાપ્રધાન સાથે સમિટના ડાયસ પર પણ હતા.

તે સંસ્થા હવે આયોજનની બહાર કરી દેવામાં આવી છે. અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિક્કીના વિવિધ કાર્યક્મ કે સેમિનારમાં તેમની કાર્યશૈલીના લીધે હાજરી આપતા જ હતા.

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ-ફિક્કી દેશભરની કંપનીઓનુ પ્રતિનિધિત્વ કરતું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે અને અગાઉના વાઇબ્રન્ટ સમિટના તમામ આયોજનમાં નેશનલ પાર્ટનર તરીકે સંકળાયેલી હતી. જેણે રાજ્યમાં અને વિદેશમાં રોડ અને સેમિનાર કરવા અને રોકાણ આકર્ષવા જેવા મુદ્દાઓ પર કામ કરીને વાઇબ્રન્ટ સમિટને જીવંત રાખવાનો પ્રયત્ન અગાઉ કર્યો હતો.

સીઆઇઆઇના વાઇસ પ્રેસિડન્ટ વિનોદ અગ્રવાલ અને એસોચેમના અધિકારીએ વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં તેમની સંસ્થા કામે લાગી હોવાનું જણાવ્યું હતું.

ફિક્કી જેવી જુની અને કંપનીઓમાં જાણીતી ફિક્કી સંસ્થાને દુબઇના રોડ શોનું આયોજન યોગ્ય ન હોવાની બાબત તેને સમિટના આયોજનથી દુર રાખી છે. રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, દુબઇના આયોજનમાં ઇન્ડસ્ટ્રી કમિશનર થી લઇને અન્ય અધિકારીઓ આ બિઝનેસ સંસ્થાની કામગીરી -કોઓર્ડીનેશનમાં અસંતોષ થયો છે, જેને કારણે ફિક્કી આયોજનની બહાર રહી છે. જાે કે આટલા વર્ષોના અનુભવથી કામકરતી સંસ્થાને બહાર કરવાથી નુકશાન રાજ્યને જ થાય તેમ છે.

ફિક્કીના ગુજરાતના પ્રતિનિધિ અને હેડ પંકજ ટીબકે જણાવ્યું હતું કે, અમને તો ખબર નથી અમે આયોજનની કેમ બહાર છે. અમે તો અન્ય રાજ્યો કરતાં દુબઇના રોડ શો વધુને વધુ કંપની અને ભાગલેનારા જાેડાય તેવું આયોજન કર્યું હતું અને અન્ય રાજ્યો કરતાં ગુજરાતનું આયોજન તો બહેતર જ હતું. અમારી તરફથી અમારા રાજ્યના ચેરમેને રાજ્ય સરકારને વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં સાંકળવા અંગે પત્ર લખીને રજુઆત કરી પણ છે.

વાઇબ્રન્ટ સમીટની શરૂઆત વર્ષ ૨૦૦૩થી થઇ ત્યારબાદની ત્રણ સમીટ પ્રમાણમાં નાના સ્તરે હતી તે સમયે ફિક્કી જ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તરીકે મહત્વનો રોલ અદા કર્યો હતો. ત્યાર બાદ તેનો વ્યાપ વધારવાનો હોઇ તેમાં સીઆઇઆઇને સાંકળવામાં આવ્યું હતુ. સીઆઇઆઇના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું,HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers