Western Times News

Gujarati News

કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ શિવસેનાનો કટાક્ષ: મોદીએ ગુમાવ્યો લોકોનો વિશ્વાસ

મુંબઇ, પીએમ મોદીએ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત બાદ શિવસેનાએ તેના પણ કટાક્ષ કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં લખાયેલા લેખમાં કહેવાયુ છે કે, પીએમ મોદીની જાહેરાત પછી પણ ખેડૂતો આંદોલન પાછુ ખેંચવા તૈયાર નથી અને ખેડૂતો કહી રહ્યા છે કે, જ્યાં સુધી સંસદમાં કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહશે.

સંસદનુ સત્ર ૨૯ નવેમ્બરથી શરુ થવાનુ છે અને પહેલા દિવસે સંસદ સુધી ખેડૂતોએ ટ્રેકટર માર્ચ કરવાની પણ જાહેરાત કરી છે.જેનો અર્થ એ છે કે, દેશના વડાપ્રધાનની વાત માનવા ખેડૂતો તૈયાર નથી. ખેડૂતોને તેમના પર ભરોસો નથી.

શિવસેનાએ કહ્યુ છે કે, પીએમ મોદી પાસે લોકસભામાં બહુમતી છે પણ તેમણે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. આ સ્થિતિ સારી નથી. લોકસભામાં પસાર થયેલો કાયદો લોકસભાની બહાર લોકોએ ફગાવી દીધો છે પણ પીએમ મોદી લોકોની વાત સાંભળવા તૈયાર નહોતા. આખરે લોકોના ગુસ્સાને જાેતા આ કાયદા પાછા ખેંચવાની તેમને ફરજ પડી હતી. કાયદો પાછા ખેંચતા પહેલા ૭૦૦ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. પીએમ મોદીએ મોટુ દિલ નથી દાખવ્યુ.

લેખમાં કહેવાયુ છે કે, દોઢ વર્ષમાં ખેડૂતો પર થયેલા કેસ પાછા ખેંચવામાં આવે તે જરુરી છે. ખેડૂતો આર પારની લડાઈના મૂડમાં છે અને ફરી દગો થવા દેવા માંગતા નથી. રાજસ્થાનના રા્‌જયપાલ ખુલ્લેઆમ કરી રહ્યા છે કે, આજે પાછા ખેંચાયેલા કાયદા ફરી કાલે લાગુ થઈ શકે છે.

શિવસેનાએ કહ્યુ છે કે, કૃષિ કાયદાને લઈને પીએમની વાત ખેડૂતો માની કેમ નથી રહ્યા તેના પર ખુદ પીએમ મોદીએ વિચાર કરવાની જરુર છે. ખેડૂતોએ તો પીએમ મોદીની જાહેરાત બાદ પણ સંયમ દર્શાવ્યો હતો. ખેડૂતોએ શિસ્તબધ્ધ રીતે આંદોલન કર્યુ છે.ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે આવક તો નહીં પણ ખેડૂતોના આપઘાત બમણા થઈ ગયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.