રાજકોટ-ગોંડલ હાઈવે પર એસટી-કાર ટકરાતાં ૫નાં મોત
રાજકોટ, રાજ્યમાં અકસ્માતની ધટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટના ગોંડલમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૫ લોકોનાં કરૂણ મોત થયા છે અને ૨ લોકોને ઈજાઓ પહોંચી છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, ગોંડલ નજીક આવેલા ભુજપુરા અને બીલાણા વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ૫ લોકોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા.
જ્યારે અકસ્માતમાં ૨ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સરવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, કાર હાઈવે પર જઈ રહી હતી એ સમયે કોઈ કારણોસર કારનું ટાયર ફાટી ગયુ હતુ. જે બાદ કાર રોંગ સાઈડમાં જતી રહી હતી અને એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકો તરત દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તો મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જાે કે, પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૪૮ પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત સર્જાતા ૩ યુવકોના મોત નીપજ્યા હતા. ધોળાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટનામાં વલસાડના ૨ અને નવસારીના ૧ યુવકનું મોત નીપજ્યું હતું. વલસાડથી સુરત તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.SSS