Western Times News

Gujarati News

PGના વિદ્યાર્થીઓ અડધી રાતે પણ આપી શકશે પરીક્ષા

અમદાવાદ, રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે મહત્વપુર્ણ ર્નિણય લેવામા આવ્યા છે. જેમાં સૌથી મોટો ર્નિણય ગણી શકાય એમ વિદ્યાર્થી ઓન ડિમાન્ડ એક્ઝામ આપી શકશે સાથે સાથે જાે વિદ્યાર્થી પોતાના પરિણામથી સંતોષ ન હોય તો તેવા વિદ્યાર્થી માર્કશીટ સબમીટ કરીને ફરિવાર પરિક્ષા આપી શકશે.

નવી શિક્ષણ નિતી અંતર્ગત વિવિધ ર્નિણયો યુનિવર્સિટી દ્વારા કરવામા આવી રહ્યા છે. જે અંતર્ગત યુનિવર્સિટીએ હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ઓન ડિમાન્ડ પરિક્ષા લેવાનો ર્નિણય કર્યો છે. કોર્સ પુર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ઇચ્છે ત્યારે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, સૌપ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીના પીજીના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરિક્ષાનો વિકલ્પ આપવાનો ર્નિણય કરવામા આવ્યો છે. જેમાં વિદ્યાર્થી પોતાના ઇચ્છીત સમયે અને સ્થાને ઓનલાઇન પરિક્ષા આપી શકશે. આ પરિક્ષામા વિદ્યાર્થીને બે તક અપાશે. જેમાં વધુ માર્કસ આવશે તેવા ગુણને આખરી ગણવામા આવશે. આગામી વર્ષે પહેલાથી યુનિવર્સિટી દ્વારા વિષયવાર એક પ્રશ્ન બેન્ક તૈયાર કરાશે.

જે વિદ્યાર્થીઓને યુનીવર્સિટીની વેબસાઈટ પર આપવામાં આવશે. જેમાંથી પ્રશ્ન પૂછી બેથી ત્રણ વિકલ્પ આપવામાં આવશે જેમાંથી બેસ્ટ ઓફ ટુ અને બેસ્ટ ઓફ થ્રિ પસંદ કરીને વિદ્યાર્થીઓ અનુકૂળ સ્થળે અનુકૂળતાએ પરીક્ષા આપી શકશે. બીજીતરફ વિદ્યાર્થીઓને તેનુ પરિણામ પણ સુધારવાની તક આપવામા આવશે.

ગુજરાત યુનવર્સિટીનો વિદ્યાર્થી વર્ષો પહેલા અભ્યાસ કર્યો હોય અને તેના પરિણામથી તેને સંતોષ ન હોય તો તેવા વિદ્યાર્થી તેની માર્કશીટ અને ડિગ્રી સર્ટીફિકેટ સબમીટ કરાવીને જેતે વિષયની અથવા તો સેમેસ્ટરની પરિક્ષા આપીને પોતાનુ પરિણામ સુધારી શકશે. જે વિદ્યાર્થીઓનુ પરિણામ જે તે સમયે સંજાેગોને અનુરૂપ સારૂં ન આવી શક્યુ હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક બની રહેશે. મહત્વનું છે કે, હાલ તો ગુજરાત યુનિવર્સિટીના આ ર્નિણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

હાલ પીજીના વિધાર્થીઓ માટે આ ર્નિણય કરાયો છે. જાેકે, યુજીમાં વિધાર્થી વધારે હોય જે કોર્ષમાં વિદ્યાર્થીઓ ઓછા હોય તેમાં આ ર્નિણય લાગુ કરાશે. જાે ઓન ડિમાન્ડ પરિક્ષા સફળ રહેશે તો તે આગામી સમયમાં યુજીના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવામા આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.