Western Times News

Gujarati News

ચેન્નાઈ જાડેજા, ગાયકવાડ અને ડુપ્લેસિસને રિટેન કરે એવી વકી

નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની ૨૦૨૨ સીઝન પહેલા મેગા ઓક્શનની તૈયારી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઈપીએલ ૨૦૨૨ માટે મેગા ઓક્શન આવતા મહિનાના અંતમાં થશે, પરંતુ તે પહેલા હાલની આઠ ટીમોને તેમના કેટલાક ખેલાડીઓને જાળવી રાખવાનો મોકો મળશે, જ્યારે હરાજીમાં આવનારા ખેલાડીઓમાંથી બે નવી ફ્રેન્ચાઇઝીઓ પૂલ. કેટલાક ખેલાડીઓ મળી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ કયા ખેલાડીઓને રિટેન કરી શકે છે એ જાણવું રસપ્રદ બનશે. આઈપીએલની વર્તમાન આઠ ટીમોને ૪ ખેલાડીઓને જાળવી રાખવાની તક મળશે, જેમાં વધુમાં વધુ ત્રણ ભારતીય અને વધુમાં વધુ ૨ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.

જાે તમે ત્રણ ભારતીયોને પસંદ કરો છો, તો ફક્ત એક વિદેશી ખેલાડીને જાળવી રાખવાની તક મળશે, જ્યારે બે વિદેશી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, તો ફ્રેન્ચાઇઝી ફક્ત બે ભારતીય ખેલાડીઓને જાળવી શકશે.

જાે કે, નવી ટીમોને માત્ર બે ભારતીય અને એક વિદેશી ખેલાડીને પસંદ કરવાની તક આપવામાં આવશે, જેમને હરાજી પૂલમાં સામેલ કરવામાં આવશે.

જાે આપણે ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની ફરીથી ટીમની કેપ્ટન્સી કરતા જાેવા મળી શકે છે. તેના સિવાય, ફ્રેન્ચાઇઝી જે ભારતીય ખેલાડીઓને પોતાની સાથે રાખવા માંગે છે તેમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે.

જાેકે, ફ્રેન્ચાઇઝીએ એ નક્કી કરવું પડશે કે વિદેશી ખેલાડી કોણ હશે કારણ કે ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, ડ્‌વેન બ્રાવો અને જાેશ હેઝલવુડ દાવેદાર છે. જાેકે, ફાફ ડુ પ્લેસીસને જાળવી રાખવાની શક્યતાઓ વધારે છે કારણ કે આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાશે અને બેટ્‌સમેન તરીકે તેનો રેકોર્ડ સારો છે. આ રીતે ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી ધોની, ગાયકવાડ, જાડેજા અને ડુપ્લેસીસને જાળવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.