Western Times News

Gujarati News

ગુરુ ગ્રહથી ૧.૪ ગણા મોટા નવા ગ્રહની શોધ કરાઈ

અમદાવાદ, ભારતના ઈસરોના વૈજ્ઞાનિકો એક બાદ એખ અનેક સફળતાઓ હાંસલ કરી રહ્યા છે. ઈસરોમાં પણ અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરટરી પણ મહત્વપુર્ણ યોગદાન આપી રહ્યા છે. હાલમાં જ ઈસરો દ્વારા ચંદ્રની સપાટી પર પાણીના અણુઓના અસ્તિત્વની શોધ કરવામાં આવી હતી. હવે હાલમાં અમદાવાદની પીઆરએલની ટીમને એક અનોખી સફળતા પ્રાપ્ત થઈ છે. પીઆરએલની ટીમે ગુરુ ગ્રહથી પણ ૧.૪ ગણા મોટા એક એક્સોપ્લેનેટની શોધ કરી છે.

આ એક એજિંગ સ્ટારની પરિક્રમા કરી રહ્યો છે. જે આપણા સૂર્ય કરતાં પણ ૧.૫ ગણો મોટો છે અને ૭૨૫ પ્રકાશવર્ષના અંતર પર છે. ગત અઠવાડિયે પુણે સ્થિત નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિજિક્સની એક અન્ય ટીમે રેડિયો સ્ટાર્સના એક દુર્લભ વર્ગની શોધ કરવાની જાણકારી આપી હતી, જે સૂર્યથી વધારે ગરમ છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર અસામાન્ય રીતે મજબૂત છે.

નવા એક્સોપ્લેનેટને ટીઓઆઈ ૧૭૮૯બી કહેવામાં આવી રહ્યું છે, જેની શોધ પ્રોફેસર અભિજીત ચક્રવર્તી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. એક્સોપ્લેન્ટનું દ્વવ્યમાન ગુરુથી ૭૦ ટકા સુધી હોવાનું સામે આવ્યું છે, અને તેનો આકાર ગુરુથી લગભગ ૧.૪ ગણો છે.

વૈજ્ઞાનિકોએ પારસનો ઉપયોગ કરીને તેની શોધ કરી હતી, જે એક એક્સોપ્લેનેટના દ્વવ્યમાનને માપવામાં સક્ષમ છે. તેનું માપ ડિસેમ્બર ૨૦૨૦ અને માર્ચ ૨૦૨૧ સુધી લેવામાં આવ્યું હતું. ટીઓઆઈ ૧૭૮૯બી પોતાના સૂર્યની પરિક્રમા ફક્ત ૩.૨ દિવસોમાં કરી શકે છે અને તેનું સૂર્યથી અંતર ફક્ત ૦.૦૫ એયુ પર રહે છે (સૂર્ય અને બુધની વચ્ચેના અંતરનો લગભગ દસમો ભાગ).

અત્યાર સુધી મળેલ અનેક એક્સોપ્લેનેટમાં દસમાંથી ઓછામાં ઓછા એકમાં ક્લોઝ ઈન સિસ્ટમ છે. આપણા સૂર્યમંડળમાં સૂર્ય ૫૫૦૦ ડિગ્રી સેલ્સિયલ પર સળગે છે અને તેના કોરનું તાપમાન તેનાથી પર વધારે રહે છે. તેવામાં એ કલ્પના કરવી મુશ્કેલ છે કે કોઈ અન્ય તારો તેનાથી પણ વધારે ગરમ હોઈ શકે છે.

પણ બરનાલી દાસના નેતૃત્વમાં એનસીઆરએની પુણે સ્થિત એક ટીમે દુર્લભ શ્રેણીના રેડિયો સ્ટાર્સથી સંબંધિત આઠ તારાઓની શોધ કરી છે, જે વાસ્તવમાં સૂર્યથી પણ ગરમ છે. આ શોધ માટે એક જાેઈન્ટ મીટરવેવ રેડિયો પલ્સનો ઉપયોગ કરાયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.