Western Times News

Gujarati News

ગત છ મહિનામાં યુપીમાં ૧૫ ધારાસભ્યોએ બસપાનો સાથ છોડ્યો

લખનૌ, ઉત્તર પ્રદેશમાં બે દિવસની અંદર બહુજન સમાજ પાર્ટીના વધુ બે ધારાસભ્યો ગુડ્ડુ જમાલી અને વંદના સિંહે પાર્ટીનો સાથ છોડી દીધો છે. આ સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં બસપાની ટિકિટ પર ૧૯ ધારાસભ્યો જીતીને આવ્યા હતાં. પરંતુ હવે ૪ ધારાસભ્યો જ બચ્યા છે. આ રીતે તે યુપીમાં કોંગ્રેસ અને અપના દલ કરતાં પણ નાની પાર્ટી બની ગઇ છે.

બસપા સાથે આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલા ૨૦૧૭માં પણ વિધાનસભા ચૂંટણી પહેલા ૮ મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી. ત્યારે મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં જાેડાઇ ગયા હતાં.આઝમગઢની મુબારકપુર બેઠક પરથી શાહ આલમ ઉર્ફે ગુડ્ડુ જમાલી ધારાસભ્ય છે. આ જ જિલ્લાની સ ગડી બેઠક પરથી ધારાસભ્ય વંદના સિંહે પણ પાર્ટી છોડી છે. વંદના ભાજપમાં જાેડાઇ ગયા છે.

આલમે હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે તેઓ કઇ પાર્ટીમાં જાેડાઇ રહ્યાં છે. યુપી કોંગ્રેસના ૭ ધારાસભ્યો પૈકી એક બળવાખોર છે અને એકે પાર્ટી છોડી દીધી છે. હવે ૬ ધારાસભ્યો બચ્યા છે. અપના દલ પાસે ૯ ધારાસભ્યો છે. બસપા પાસે હવે માત્ર ૪ ધારાસભ્યો જ બચ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.