Western Times News

Gujarati News

ખોડલધામ ખાતે પાટીદાર પાવર શો -૨૧ જાન્યુઆરીએ પાંચ વર્ષ નિમિત્તે ભવ્ય પાટોત્સવનુ આયોજન

( જનક પટેલ ગાંધીનગર)   રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આ પ્રકારના ધાર્મિક મેળાવડા કરીને પાટીદારોનું શક્તિ પ્રદર્શન યોજી ને રાજકીય કદ વધારવા નું ગણિત હોવાનું માનવામાં આવી રહ્યું છે આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક સમાજ પોતપોતાના કદ અને કક્ષા પ્રમાણે શક્તિ પ્રદર્શન નું આયોજન કરીને ચૂંટણીમાં અગ્રીમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે

ત્યારે અનેક સમાજના આસ્થાના પ્રતિક સમા ખોડલધામમાં વધુ એક મોટો ધાર્મિક પ્રસંગ રાખવાનું આયોજન કરી રહ્યા છે હવે કોરોના ગાઇડ લાઇન પર બધો મદાર રહેલો છે કોરોના ગાઈડલાઈન હળવી થશે તો નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને ખોડલધામ ખાતે પાટીદાર પાવર શું થાય તેવું વિચારી રહ્યા છે

એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજ હાજર રહે તેવા ચક્રો ગતિમાન થયા છે આગામી૨૧ જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી પાટોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે પાટોત્સવ નો કાર્યક્રમ નક્કી છે તૈયારીના ભાગરૂપે ખોડલધામના ટ્રસ્ટીઓની 3 મિટિંગ પણ થઈ ગઈ છે કાર્યક્રમ વિરાટ જો કે કેમ એ વિશે હવે નિર્ણય થશે

કારણ કે સરકારની કોરોના ગાઈડલાઈન સમગ્ર આધાર રહેલો છે ભાજપના કાર્યક્રમોમાં ભલે હજારોની મેદની થતી હોય પરંતુ ધાર્મિક કાર્યક્રમોમાં 400 વ્યક્તિની જ છૂટ છે ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે એ કદાચ વહેલી પણ થઈ શકે  એવી અટકળો  છે એવા સમયે ખોડલધામમાં વિરાટ કાર્યક્રમ રાખીને પાટીદારોનું શક્તિ પ્રદર્શન રાખવાનો પણ યાદો  હોવાની શક્યતાઓ માનવામાં આવી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.