Western Times News

Gujarati News

ઓખા નજીકના દરિયા કિનારામાં બે માલવાહક જહાજો વચ્ચે ટક્કર, ભારતીય કોસ્ટગાર્ડે 40 ક્રુ મેમ્બરોને બચાવી લીધા

ઓખા, ગુજરાતના ઓખા નજીક દરિયામાં બે માલ વાહક જહાજો વચ્ચે ટક્કર થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે ઓખા નજીક શુક્રવારે મધરાતે એમવી એવિએટર અને એટલાન્ટિક ગ્રેસ નામના બે જહાજો વચ્ચે ટક્કર થઈ હતી.ઘટનાની જાણ થતા ભારતના કોસ્ટ ગાર્ડે તરત જ પોતાની બચાવ ટીમોને મોકલી આપી હતી અને બંને જહાજના 40 કરતા વધારે ક્રુ મેમ્બરોને બચાવી લીધા હતા.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

જોકે અકસ્માતનુ કારણ હજી જાણી શકાયુ નથી પણ આ ઘટના બની તે બાદ બંને જહાજો દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માંગવામાં આવી હતી.ઘટનામાં જેમને બચાવી લેવાયા છે તેમાં 21 ક્રુ મેમ્બર ભારતીય અને 23 ફિલિપાઈન્સના છે.

દરમિયાન બંને શિપમાંથી ઓઈલ દરિયાના પાણીમાં ના ભળે તે માટે પણ કોસ્ટગાર્ડે પ્રયાસ હાથ ધર્યા છે.આ માટેનુ એક પ્રદુષણ નિયંત્રણ કરતુ જહાજ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.