Western Times News

Gujarati News

સુખબીર સિંહ બાદલ આરોપ સાબિત કરી આપે તો હું રાજનીતિને અલવિદા કહી દઇશ: સિધ્ધુ

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના આરોપો પર પલટવાર કર્યો છે. નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું કે, ડીજીપી સાથે મળીને પોલીસ પર દબાવ બનાવનારી વાતને જાે સુખબીર સિંહ બાદલ સાબિત કરી આપે તો હું રાજનીતિને અલવિદા કહી દઇશ.

નવજાેત સિંહ સિદ્ધુએ ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘હું રાજનીતિ છોડી દઇશ જાે સુખબીર સિંહ બાદલ એ સાબિત કરી આપે કે મેં ક્યારેય પંજાબના એ નવા ડીજીપી સાથે બંધ રૂમમાં મેં કોઈ બેઠક કરી છે જેમણે વર્ષ ૨૦૧૫માં નિર્દોષ શિખ યુવકોને ગેરકાયદેસર રૂપે કસ્ટડીમાં લીધા હતા.

સુખબીર સિંહ બાદલને ક્લીન ચીટ આપી અને જે નવી સરકાર બન્યા બાદથી પૂર્વ ડીજીપી સૈનીના દુલારા બન્યા છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પોતાના આરોપોમાં કહ્યું કે, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ નવજાેત સિંહ સિદ્ધુ અને નાયબ મુખ્યમંત્રી સુખજીન્દર સિંહ રંધાવા સાથે મળ્યા બાદ રાજ્યના ડીજીપીને અકાલી દળના સીનિયર નેતા બિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે, જેથી તેમની સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવી શકાય અને અકાલીયો વિરુદ્ધ રાજનૈતિક બદલો લઈ શકાય.

હું મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને પડકાર આપું છું કે, આ કેસમાં હાઇકોર્ટના હાલના જજ હેઠળ તપાસના આદેશ આપે. સુખબીર સિંહ બાદલે આશંકા વ્યક્ત કરી છે કે, બિક્રમ સિંહ મજીઠિયા પર આગામી કેટલાક દિવસોમાં કેસ દાખલ કરાવવાની તૈયારી છે.

નવજાેત સિંહ સિદ્ધુ પોતાની જ સરકાર વિરુદ્ધ ભૂખ હડતાળ પર જવા અને અન્ય રીતોથી બિક્રમ સિંહ મજીઠિયા પર આ ગેરકાયદેસર કાર્યવાહી માટે દબાવ બનાવવા લાગ્યા છે. બિક્રમ સિંહ મજીઠિયા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંઠિડાના સાંસદ હરસિમરત કૌર બાદલના ભાઈ છે.

પંજાબમાં કથિત ડ્રગ્સ તસ્કરી કેસમાં પંજાબ પોલીસનો એસઆઇટી તપાસ રિપોર્ટ બંધ કવરમાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ જ બંધ કવરમાં આપવામાં આવેલો આ રિપોર્ટ ખોલી શકાય છે. એ છતા નવજાેત સિંહ સિદ્ધુ સતત કોર્ટમાં વિચારાધીન આ કેસને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે. આ કેસને લઈને હરિયાણાના એડવોકેટ જનરલ સામે નવજાેત સિંહ સિદ્ધુ વિરુદ્ધ કોર્ટની અવમાનનાના કેસની સુનાવણી પણ ચાલી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.