Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાનો કારમાઈકલ પ્રોજેક્ટ અદાણી ગૃપ માટે માથાનો દુખાવો

એમએસસીઆઈએ ક્લાઈમેટ ઈન્ડેક્ષમાંથી અદાણી પોર્ટ SEZને બાકાત કરી દીધુ

(એજન્સી) અમદાવાદ, પર્યાવરણ અંગે રીસર્ચ આધારીત ઈન્ડેક્ષ (માનાંક) અને વિશ્લેષણ તૈયાર કરતી અગ્રણી સંસૃથા એમેએસસીઆઈએ ઓસ્ટ્રેલિયામાં અદાણી ગૃપના વિવાદાસ્પદ કારમાઈકલ થર્મલ કોલ પ્રોજેક્ટને સીવીઅર’ જાહેર કરવા સાથે જાહેર કર્યુ છે કે,

પર્યાવરણ અંગેનો ૪ ઈન્ડેક્ષની યાદીમાંથી અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (એપીસેઝ) ને કાઢી નાંખી છે.આમ, ઓસ્ટ્રેલિયામાં કારમાઈકલ કોલ પ્રોજેક્ટએક પછી એક સમસ્યાઓ ઉભી કરીનેે અદાણી ગૃપ માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે.

એમએસસીઆઈ એ અદાણી ઉપરાંત આરઈસી અને આઈપીસી એ લેબોરેટરીઝને પણ આ યાદીમાંથી પડતી મુકશે.જ્યારે ૬ નવી કંપનીઓને આ ઈન્ડેક્ષમાં સામેલ કરી છે. અદાણી મોટર્સ તા.૧ ડીસેમ્બર, ર૦ર૧ના રોજથી આ ઈન્ડેક્ષની યાદીમાંથી બહાર મુકાઈ જશે. આમ, આ ઈન્ડેક્ષની યાદીમાંથી બહાર ફેંકાઈ જવાને પગલે અદાણી ગૃપને ભારે ફટકો પડે એવી શક્યતાઓ છે.

એમએસસીઆઈના પ્રવક્તા દ્વારા હડસનેે ફોચ્ર્યુન ઈન્ડીયા ને આ વાતને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે લગભગ ર૦ અબજ ડોલર (અંદાજેે રૂા.૧.૪૭ લાખ કરોડ)ની માર્કેટ કેપિટલ ધરાવતા અદાણી પોર્ટર્સને એમએસઆઈસીએસી ડબલ્યુઆઈઆઈએમઆઈ ક્લાઈમેટ ચેઈન્જ ઈન્ડેકસીસમાંથી દૂર કરશે. ચાલુ મહિનાના અંતે સેમિ એન્યુઅલ ઈન્ડેક્ષની સમીક્ષા કર્યા પછી એમએસસીઆઈ અદાણી પોર્ટસને આ યાદીમાંથી બાકાત કરશે.

એમએસસીઆઈ દ્વારા ચાર ઈન્ડેક્ષને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જેેમાં ઈએમ(ઈમજીંગ માર્કેેટસ) ક્લાઈમેટ ચેઈન્જ, એશિયા પેસિફિક, ક્લાઈમેેટ ચેન્જ, એસી ડબલ્યુઆઈ આઈએમઆઈ ક્લાઈમેટ ચેઈન્જનો સમાવેશ થાય છે. એસીડબલ્યુઆઈ આઈએમ આઈ ઈન્ડેક્ષમાં લાર્જ અને મીડ-કેપ ર૩ વિકસિત માર્કેટ અને ર૭ ઈમેજીંગ (ઉભરતા) માર્કેટની સિક્યુરીટીઝને ધ્યાનમાં રલેવાઈ છે. અને આ ઈન્ડેક્ષ તૈયાર કરવામાં આ સિક્યુરીટીઝનો સમાવેશ કરાયો છે. આ ઈન્ડેક્ષનો હેત રોકાણના વ્યુહની કાર્યક્ષમતાને દર્શાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.