Western Times News

Gujarati News

ગાંધીનગરમાં BSF દ્વારા ૫૭ મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગરમાં આવેલ બીએસએફ હેડ ક્વાર્ટર ખાતે સ્થાપના દિવસે રસીખેંચની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીએસએફના જવાનો દ્વારા સેક્ટર અને ક્રોન્ટૃયર વચ્ચે રસી ખેંચ યોજાઇ હતી

તેમાં ક્રોન્ટૃયર ના જવાનો નો વિજય થયો હતો ત્યારબાદ ગાંધીનગર બીએસએફના હેડકવાર્ટરના આઈ જી જી એસ મલીક સાહેબ એ જણાવ્યું હતું કે અમે રેસિંગ ડેના દિવસે અલગ-અલગ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ જેમાં વોલીબોલ ક્રિકેટ ગોલ્ફ અને રસીખેચ ક્યાં જેવી ટુર્નામેન્ટ નો આયોજન કરવામાં આવે છે

બીજી તરફ જણાવ્યું હતું કે નાળાબેટ નો પ્રોજેક્ટ બહુ મોટો છે ટુરિઝમનો જે પ્રોજેક્ટ છે તે વાઘા અને ગુજરાત કહેવાય છે ડ્રગ્સની વાત કરીએ તો તેમણે જણાવ્યું કે બોર્ડર સિક્યુરીટી ફોર્સ પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર ની સુરક્ષા કરે છે તેની સ્થાપના ૧૯૬૫માં થઈ હતી ત્યારથી સ્થાપના દિવસ મનાવી રહ્યા છે.

આ બોર્ડર કુલ ૮૨૬ કિલોમીટરનો એરીયા સુરક્ષા કરે છે બાડમેર ની ગુજરાત ની કવર કરી છે તેમાં ઘૂસણખોરી બંધ કરાવી દીધી છે જેમાં ખાસ કરીને હરામીનાળામાંથી ઘુસણખોરી થતી તે બિલકુલ સીલ કરી દીધી છેત્યાં એક પણ બોટની ઘૂસણખોરી થઇ નથી.

ગુજરાતના બોર્ડર થી કોઈ ડ્રગ્સ કે દાણચોર અંદર ઘુસેલ એક પણ કેસ નથી નાળાબેટ નો પ્રોજેક્ટ માં રાજ્ય સરકાર તરફથી ૧૦૦ કરોડથી પણ પણ વધારે વિકાસ કામો માટે ખર્ચ કરેલ છે જેમાં પર્યટકો વાઘા બોર્ડર ની જગ્યાએ નાળાબેટ બોર્ડર જાેઈ શકશે.

ડ્રગ્સ બાડમેર એરિયામાંથી ઘુસાડવા માં આવ્યું હતું જે અપરાધીઓને પકડી લેવામાં આવ્યા હતા બાડમેર થી બે કેસ બન્યા હતા અને ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો એક કેસમાં એવું હતું કે પંજાબ થી બે જણા ડ્રગ્સ લેવા આવ્યા હતા પણ ત્યાં બીએસએફના જવાનોએ પકડી લીધા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.