Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર પ્રી પેઈડ ઓટો સર્વિસ શરૂ

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવતા પ્રવાસીઓની ફરિયાદ હતી કે ઓટો ચાલકો મનફાવે તેવા ભાડા વસુલ કરે છે. પરંતુ હવે અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને રાહત મળશે. કારણ કે અમદાવાદ એરપોર્ટ પર પ્રી પેઈડ ઓટો સર્વિસ શરૂ કરવામાં આવી છે.

સરકાર દ્વારા જે કિલોમીટરનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ ભાડુ વસુલ કરવામાં આવશે. પ્રવાસી એરપોર્ટના ટર્મિનલ બહાર આવશે અને ઓટો બુક કરાવવાની હોય તો કાઉન્ટર પર લોકેશન આપવાનું રહશે. લોકેશન પરથી કિલોમીટર પ્રમાણે ભાડુ નક્કી થઈ જશે અને ભાડુ પણ ડિજીટલ ચૂકવાનું રહેશે. ત્યાર બાદ એક સ્લીપ કાઉન્ટર પરથી મળી જશે.

એ સ્લીપ સાથે કાઉન્ટર બહારથી ઓટો મળી જશે. અલ્પેશ દોશીએ જણાવ્યું હતું એરપોર્ટ પર પ્રી પેઈડ ઓટો સર્વિસ શરૂ કરી છે. જેના કારણે ઓટોના કિલોમીટરના ભાવ સરકારે નક્કી કર્યા છે તે પ્રમાણે ભાડુ પ્રવાસીઓ પાસેથી લેવામાં આવશે. કાઉન્ટર પર જ પેમેન્ટ કરી દેવાનું રહેશે. તેમજ પ્રી પેઈડ ઓટો સર્વિસમાં જે પણ રિક્ષા યૂનિયન જાેડાશે. તે રિક્ષા ચાલકને ટી-શર્ટ, આઈ એમ વેકસીનેટ બકલ અને સેફટી શૂઝ આપવામાં આવશે.

પ્રી પેઈડ ઓટો માટે રિક્ષા ચાલકોએ રિક્ષાનું રજિસ્ટ્રેશન, કોવિડ વેકસીનેટ, લાયસન્સ, યૂનિયન મેમ્બરનો લેટર અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત આપવાનું રહેશે. જેના કારણે કંપની પાસે રિક્ષા ચાલકના ડેટા રહેશે. તેમજ કમાન એન્ડ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. રિક્ષા ચાલકો અને પ્રવાસીઓ અને વાહનની અવર જવરનું મોનિટરીંગ કરવામાં આવશે. પ્રવાસીઓને મનફાવે તેવા ભાડામાંથી તો રાહત થશે. સાથે પ્રવાસીઓની સલામતીનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર વર્ષોથી રિક્ષા ચલાવતા મહેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ૨૦૦૬થી પ્રી પેઈડ ઓટો શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા. પ્રી પેઈડ ઓટો શરૂ થતાં પ્રવાસીઓને સારી સુવિધા મળશે અને રિક્ષા ચાલકોને પણ રોજગારી મળશે. પ્રી પેઈડ ઓટો સર્વિસ શરૂ થવાના ર્નિણયને આવકારીએ છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.