Western Times News

Gujarati News

પ્રેમીએ સાઉથની ફિલ્મ જોઈને પ્રેમિકાની હત્યા કરી

દાહોદ, ક્રાઈમ કરવા માટે લોકો ક્રાઈમ પેટ્રોલ સીરિઝનો સહારો લેતા હતા. પરંતુ ફિલ્મો જાેઈને ક્રાઈમ કરનારા પણ ઓછા નથી. દાહોદના જંગલમાં થયેલી હત્યાનો ભેદ ખૂલ્યો છે. જેમાં સાઉથની ફિલ્મ જાેઈને આરોપીએ મર્ડરને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.

સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજાણી યુવતીની બળેલી હોવાથી લાશ પડી હોવાની જાણ થતાં જ સંજેલી સહિત જિલ્લામાં હાહાકાર મચ્યો હતો. જેના બાદ સંજેલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

તપાસનું પગેરુ તેના પ્રેમી સુધી પહોંચ્યુ હતું. મૃતદેહ પાસે હત્યામાં વપરાયેલું ચપ્પુ, બાઈક અને જેકેટ તથા ચપ્પલ મળી આવ્યા હતા. જેના પરથી આરોપી યુવતીનો પ્રેમી જ હોવાનું ખૂલ્યુ હતું. તપાસમાં સામે આવ્યું કે, પ્રેમિકા કૃતિકા બરંડાએ પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી.

પરંતુ પ્રેમી મેહુલને તે નામંજૂર હતું. જેથી તેણે કૃતિકાની હત્યાનો કારસો ઘડ્યો હતો. તેણે સાઉથની ઇઠ૧૦૦ ફિલ્મ જાેઈ હતી, અને તે જાેઈને કૃતિકાની હત્યા કરી હતી. તેણે પહેલા તો દાહોદ સાત બંગલા પાસે કૃતિકાને મોતને ઘાટ ઉતારી હતી. તેના બાદ પ્રેમિકાને જેકેટ પહેરાવી તેને એક્ટિવા પર સંજેલીના જંગલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મૃતદેહને સળગાવી દીધો હતો.

સંજેલી પીએસઆઈ જી બી રાઠવા અને DYSP સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જાે મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ કૃતિકાના પરિવાર સુધી પહોંચી હતી.

મેહુલે કૃતિકાનો મોબાઈલ તળાઈ ડેમમાં ફેંકી દીધો હતો, જે પોલીસને મળી આવ્યો હતો. જેથી પોલીસે મેહુલની ધરપકડ કરી હતી. ૩૦ મીના રોજ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, RX100 સાઉથની ફેમસ ફિલ્મ છે. જેમાં પ્રેમમાં પાગલ થયેલા આશિકની વાત છે. પ્રેમિકાથી અલગ થયા બાદ પ્રેમી કેવી રીતે ગુસ્સે થાય છે તે ફિલ્મમાં બતાવાયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.