Western Times News

Gujarati News

આ બેંક આપી રહી છે, વિદેશથી આવતાં ભારતીયોને NRE/NRO સેવિંગ્સ એકાઉન્ટ પર શ્રેષ્ઠ વ્યાજદરો

ઇન્ડસઇન્ડ બેંકએ વિદેશમાં વસતા ભારતીય સમુદાયના સ્વદેશ આગમનની ઉજવણી કરવા NRI હોમકમિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો

મુંબઈ, ઇન્ડસઇન્ડ બેંકએ દેશમાં બિનનિવાસી ભારતીયો (NRIs)ના આગમનની ઉજવણી કરવા ‘NRI હોમકમિંગ’ ફેસ્ટિવલ શરૂ કર્યો છે. મહામારીને કારણે લાગુ પ્રવાસન સાથે સંબંધિત નિયંત્રણોના એક વર્ષથી વધારે ગાળા પછી NRI તેમના સ્વજનોને મળવા ભારતની મુલાકાત લેશે. IndusInd Bank launches NRI Homecoming festival to celebrate Indian diaspora returning home

આ ફેસ્ટિવલ દરમિયાન ઇન્ડસઇન્ડ બેંક એના કેટલાંક શ્રેષ્ઠ ફાઇનાન્શિયલ સોલ્યુશન વિશે જાગૃતિ લાવશે. આ વિવિધ સોલ્યુશન NRI સેગમેન્ટ માટે ખાસ બનાવ્યાં છે તથા 1 ડિસેમ્બર, 2021થી 28 ફેબ્રુઆરી, 2022 વચ્ચે બેંકની તમામ શાખાઓમાં NRIsને આવકારવામાં આવશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન બોર્ડ પર આવતા દરેક NRI ગ્રાહકની સામે બેંક અક્ષય પાત્ર ફાઉન્ડેશને દાન કરશે. અક્ષય પાત્ર ફાઉન્ડેશ બેંગાલુરુમાં કાર્યરત સેવાભાવી સંસ્થા છે, જે બે મહિના સુધી વંચિત સમુદાયના બાળકને ભોજન આપશે.

આ પહેલ વિશે ઇન્ડસઇન્ડ બેંકના કન્ઝ્યુમર બેંકના હેડ શ્રી સૌમિત્ર સેને કહ્યું હતું કે, “છેલ્લાં 18 મહિનામાં NRIsસમગ્ર વિશ્વમાં લાગુ પ્રવાસન સંબંધિત નિયંત્રણોને કારણે દેશમાં પરત ફરી શક્યાં નથી. તેઓ ચાલુ વર્ષે ભારતની મુલાકાત લેવા આતુર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમને અમારા NRI ગ્રાહકો માટે હોમકમિંગ ફેસ્ટિવલ શરૂ કરવાની ખુશી છે.

આ ફેસ્ટિવલ અમને તેમની સાથે જોડાવા, તેમની જરૂરિયાતો સમજવામાં અને તેમને સંપૂર્ણ નાણાકીય સમાધાનો પ્રદાન કરવામાં મદદ કરીશું. આ ફેસ્ટિવલના ભાગરૂપે બેંક એના ગ્રાહકો અને તેમના પરિવારો માટે હેરિટેજ ટૂરનું આયોજન કરીશું, જેનો ઉદ્દેશ દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવાનો છે.

ઉપરાંત સમાજોપયોગી કાર્યોમાં પ્રદાન કરવાની તેમની ઇચ્છાને જાળવવા બેંકે અક્ષય પાત્ર ફાઉન્ડેશ સાથે જોડાણ કર્યું છે, જમાં બેંક હોમકમિંગ સમયગાળા દરમિયાન બોર્ડ પર આવતા દરેક NRIગ્રાહકની સામે 2 મહિના માટે વંચિત સમુદાયને એક બાળકને ભોજન કરાવશે અને દાન કરશે. ઇન્ડસઇન્ડ બેંક NRIસેગમેન્ટ માટે આ પ્રકારના નવીન સમાધાનો ઊભા કરવા કટિબદ્ધ રહેશે, જે તેમને બેંકિંગનો લાભદાયક અનુભવ પૂરો પાડશે.”

બેંક NRI હોમકમિંગ ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકોને નીચેના ફાયદા આપશે:

·         ફિક્સ્ડ ડિપોઝિટ પર ઊંચું વળતર

·         મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ, ચેન્નાઈ, કોલકાતા, અમદાવાદ, હૈદરાબાદ, અમૃતસર, કોચિન અને પૂણે શહેરમાં પૂરક હેરિટેજ વોક (ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને)

·         કન્સીર્જ સર્વિસ જેવા જીવનશૈલીના ફાયદા અને નાણાકીય સલાહ માટે વર્કશોપ

ઇન્ડસઇન્ડ બેંક શાખાઓ, એટીએમ, કોલ સેન્ટર, ઇન્ટરનેટ બેંકિંગ અને ‘ઓનધગો’ નામના નવીન સોશિયલ બેંકિંગ પ્લેટફોર્મના મલ્ટિ-ચેનલ ડિલિવરી નેટવર્ક દ્વારા બહોળા ગ્રાહક વર્ગને સેવા આપે છે, જે એની ડિજિટલ સેવાઓના એક્ષ્ટેન્શન સ્વરૂપે વિવિધ-સોશિયલ નેટવર્ક દ્વારા વિવિધ બેંકિંગ સેવાઓ પૂરી પાડશે.

આ ‘વીડિયો બ્રાન્ચ’,‘માય એકાઉન્ટ, માય નંબર’, ‘ચોઇસ મની એટીએમ’, ‘ડાયરેક્ટ કનેક્ટ’, ‘ચેક ઓન ચેક’, ‘કેશ ઓન મોબાઇલ’, તેમજ ‘ફિંગર પ્રિન્ટ’ બેન્કિંગ જેવી નવીન સુવિધાઓ પણ પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.