Western Times News

Gujarati News

ધોરણ 10 નાપાસ હત્યારાએ સાઉથની ફિલ્મ જાેઈ હત્યાને અંજામ આપ્યો હતો

પ્રતિકાત્મક

સંજેલીના ભાણપુર જંગલમાંથી મળી આવેલી લાશને સાઉથનું ફિલ્મ જાેઈ હત્યાને અંજામ આપ્યો હતો-હત્યારાએ ટિ૧૦૦ ફિલ્મ જાેઈ બીએસસીમાં અભ્યાસ કરતી યુવતીને મોતને ઘાટ ઉતારી

પ્રતિનિધિ સંજેલી, સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાંથી હત્યા કરેલી મૃતદેહનો નામો નિશાન મટાવવા માટે સળગાવી મૃતદેહ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી સંજેલી કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

તે દરમ્યાન આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ બાઈક જેકેટ કપડાં ચપ્પલ સહિતની વસ્તુઓ મળી આવી હતી અને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજાણી યુવતીની બળેલી હોવાથી લાશ પડી હોવાની જાણ થતાં જ સંજેલી તાલુકા સહિત જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો હતો સંજેલી પીએસઆઈ જી બી રાઠવા અને ઙ્ઘઅજॅ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જાે મેળવી તપાસ હાથ ધરી હતી જે બાદ મૃતક કૃતિકા બરંડા ના પિતા એ સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું હતું

મૃતક કૃતિકા બરંડાએ પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરતાં પ્રેમીએ તું મારી નહીં તો કોઈની નહીં તે પ્રેમમાં પાગલ બની બેઠેલા પ્રેમીએ સાઉથનો ટિ૧૦૦ ફિલ્મ જાેઈ અને બે સગીર ની મદદ લઇ દાહોદ સાત બંગલા પાસે ધોળે દિવસે યુવતીને બોલાવી તેની હત્યા કરી નાંખી હતી અને લાશને નામો નિશાન મટાવવા મૃતકની એક્ટિવા પર જ જેકેટ પહેરાવી

અને સંજેલી તાલુકા ના ભાણપુર જંગલમાં નાખી અને મૃતદેહને સળગાવી હતી પરંતુ કુદરત હત્યારા ને સાથ ન આપ્યો અને સળગાવેલી લાશ થોડી સળગી અને ઓલવાઈ ગઈ હતી મૃતક કૃતિકાના પિતાની નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ગણતરીના કલાકોમાં જ હત્યારો આરોપી મેહુલ પરમાર સહિત બે સગીરને ઝડપી પાડયાં હતાં

જે બાદ તારીખ ૨૫ મીના રોજ હત્યામાં વપરાયેલ ચપ્પુ સાત બંગલા તળાવમાંથી મળી આવ્યું હતું અને સાંજના સમયે સંજેલી કોર્ટમાં આરોપીને રજૂ કરતા ૩૦ મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં જે બાદ હત્યા પ્રકરણમાં વપરાયેલા વધુ પુરાવા એકઠા કરવા માટે સંજેલી  રાઠવા પોલીસ કોન્સ્ટેબલ કૈલેશ ગોહિલ ભરત પટેલ ની ટીમે આરોપી ને સાથે રાખી તપાસ હાથ ધરતાં ૨૭ મીના રોજ પાવડી કાંકણ જુસ્સા ડેમમાંથી તરવૈયાઓની મદદથી હત્યા વપરાયેલા આરોપી તેમજ મૃતકને પહેરાવે લાલ અને પીળા કલરનું લોહીના ડાગવાળા બે જેકેટ મળી આવ્યું હતા

તેમજ હજારી ફામઁ દાહોદ ખાતેથી હત્યા દરમિયાન આરોપીએ પહેરેલાં કપડાં અને ચપ્પલો પણ ફેંકી દીધેલા કબ્જે કર્યાં હતાં જ્યારે કાળી તળાઇ ડેમમાં ફેંકી દીધેલો મોબાઈલ ની શોધખોળ દરમ્યાન પણ મોબાઈલ મળી આવ્યો ન હતો અને ૩૦ મીના રોજ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યો હતો

આમ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ દરમ્યાન આરોપીએ હત્યા પ્રકરણમાં વાપરેલા વિવિધ પુરાવાઓ તેમજ હત્યા ને અંજામ કઈ રીતે આપ્યો તે બાબતની માહિતી એકઠી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.