Western Times News

Gujarati News

ગુરૂગ્રામમાં અક્સમાત થતાં ૫ લોકોના મોત ૧ ઇજાગ્રસ્ત

નવીદિલ્હી, દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામના ગઢી હરસરુ પાસે એક ગમખ્વાર અકસ્માત થતાં ૫ લોકોના મોત અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો લગ્ન પ્રસંગમાંથી મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. બધા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. આ રોડ અકસ્માત રાત્રે લગભગ ૧૨ વાગ્યાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે કાર્ડ સધારાના ગામના તમામ ૬ લોકો સ્વિફ્ટ ડિઝાયર કારમાં ગુરુગ્રામમાં તેમના ભાડાના મકાનમાં પરત ફરી રહ્યા હતા. તે જ સમયે પુરપાટ ઝડપે આવતું વાહન કાબુ બહાર જઈને રોડની બાજુના ખાલી પ્લોટમાં પડેલા ઈંટોના ઢગલા સાથે અથડાયું હતું.

ટક્કર એટલી જાેરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માત અંગે પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. આ જ અકસ્માતમાં ઘાયલ થયેલા એક યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે.અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ખાનગી હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, વાહનમાં સવાર તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. તમામ ખાનગી હોસ્પિટલમાં કામ કરતા હતા. સાગર ગુરુગ્રામનો રહેવાસી હતો, જ્યારે નિહાજ ખાન યુપી, પ્રિન્સ બિહાર, દિબેસ નેપાળનો અને જગબીર હરિયાણાના જીંદનો રહેવાસી હતો. આ જ ઘાયલ યુવક હાર્દિક તિવારી છે, જે યુપીનો રહેવાસી છે અને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.