Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના ૪૫ નવા કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના ૪૫ નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૩૬ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૨૩૯ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ ૪,૦૦,૨૭૩ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૩૨૬ એક્ટિવ કેસ છે.

જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૩૨૦ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૭,૨૩૯ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૯૪ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨ કેસ, ભાવનગર કોર્પોરેશન ૧૧, સુરત કોર્પોરેશન ૫, વડોદરા કોર્પોરેશન ૫, દાહોદ ૩, નવસારી, રાજકોટ અને વલસાડમાં ૨-૨ અને કચ્છ તથા રાજકોટ કોર્પોરેશનમાં ૧-૧ કેસ સામે આવ્યા છે.

આ પ્રકારે કુલ ૪૪ કેસ સામે આવ્યા છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૨ને પ્રથમ અને ૧૧૦૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૬૯૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૯૩૦૭૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૭૧૦૯ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૫૭૨૭૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ ૪,૦૦,૨૭૩ નાગરિકોનું આઝના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૬,૯૪,૧૩૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.