Western Times News

Latest News from Gujarat

કોરોના મૃત્યુઆંક સામે વળતર મેળવવા ૧૨ હજાર અરજી

અમદાવાદમાં ૩,૪૧૧,  સુરતમાં ૧,૯૫૭, વડોદરામાં ૭૮૮ અને રાજકોટમાં ૭૨૬ લોકો કોરોના સામેની જંગ હારી ગયા હતા.

અમદાવાદ, કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને વળતર ચૂકવવાનું કામ સરકાર કરી રહી છે. સોમવારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેમને અંદાજે ૧૨,૭૧૮ પરિવારો તરફથી અરજી મળી છે. જેમાંથી ૬,૫૧૫ અરજીઓ સ્વીકારી છે અને વળતર ચૂકવી દીધું છે.

આ સાથે જ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે, તેઓ બાકીના અરજદારોને ૧૦ ડિસેમ્બર સુધીમાં આર્થિક સહાય ચૂકવી દેશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આ તારીખે જ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કારણે ૧૦,૦૯૫ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો સત્તાવાર આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

સરકારના આંકડાથી ૨,૬૨૩ વધુ અરજીઓ કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારોએ કરી છે. કોરોના વળતરનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો છે. નિષ્ણાતોના મતે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો અપેક્ષિત અંક કરતાં ખૂબ વધારે હોઈ શકે છે.

જેના કારણે, ૫૦,૦૦૦ રૂપિયા વળતર લેવા આવનારા પરિવારોની સંખ્યા પણ વધી શકે છે. શહેરના એપિડેમિયોલોજીસ્ટે કહ્યું, આનું સીધું કારણ એ જ છે કે, રાજ્યમાં કોરોના મૃતકોમાં માત્ર એવા દર્દીઓનો સમાવેશ કરાયો છે જેઓ સંક્રમિત થયા ત્યારે તેમને અન્ય કોઈ બીમારી નહોતી.

ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કોરોનાથી થયેલા મોત નક્કી કરવામાં આવ્યા છે. અન્ય દર્દીઓના મોતનું કારણ હૃદય બંધ થઈ જવું, રેસ્પિરેટરી ઈન્ફેક્શન, રીનલ ફેલ્યોર, મલ્ટી-ઓર્ગન ફેલ્યોર વગેરે ગણવામાં આવ્યું છે. મૃતકોનો સાચો આંકડો તો સત્તાધીશોને સોંપાયેલી અરજીઓના વિશ્લેષણ બાદ જ સામે આવી શકે છે. સત્તાવાર આંકડા પ્રમાણે, સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા હતા.

અમદાવાદમાં કોરોનાના કારણે ૩,૪૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ ૧,૯૫૭ મૃત્યુ સાથે સુરત બીજા ક્રમે છે. વડોદરામાં ૭૮૮ અને રાજકોટમાં ૭૨૬ લોકો કોરોના સામેની જંગ હારી ગયા હતા. ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી થયેલા મોતનો આંકડો છુપાવાનો કે ઓછો આંકવાનો દાવો નકાર્યો હતો. અગાઉ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના મૃત્યુની નોંધણી કરવાની પદ્ધતિ દ્વારા જ સૂચવેલી છે

અને ગુજરાત સહિતના તમામ રાજ્યો તેનું પાલન કરે છે. કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિને અન્ય કોઈ બીમારી હોય અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોય તો અન્ય રાજ્યો પણ તેની નોંધણી કોરોનાથી મોત તરીકે કરતાં નથી. કોરોના મોતના વળતર ચૂકવવા મામલે ગુજરાત સરકારની નબળી કામગીરી પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી.

ત્યારે સોમવારે ગુજરાત સરકારે વળતર ચૂકવવાની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે વડી અદાલતને જાણકારી આપી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, ડેથ સર્ટિફિકેટમાં લખેલું મૃત્યુનું કારણ જ એકમાત્ર માપદંડ નહીં હોય તેવી જાહેરાત કરવામાં આવે.

જસ્ટિસ એમઆર શાહ અને બીવી નાગરત્નાની ખંડપીઠે નિર્દેશ આપ્યા હતા કે, ઓનલાઈન પોર્ટલ, સૂચિત કરેલા ફોર્મેટ, દરેક જિલ્લા, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ગ્રીવન્સ રિડ્રેસલ કમિટીમાં વ્યાપક પ્રચાર થવો જાેઈએ કે, કોરોના મૃતકોના પરિવારજનોને પોઝિટિવ ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ અને ૩૦ દિવસની અંદર મૃત્યુ થયું હશે તો વળતર ચૂકવવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers