Western Times News

Gujarati News

ચેક રીટર્ન થયો હોય તો ચેતી જજો, એક વર્ષની કેદ થઈ શકે છે

પ્રતિકાત્મક

ખેડબ્રહ્મામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને દંડ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, કેવળાભાઈ કલાભાઈ પરમાર, રહે. મુ.પો. પાટડીયાનાઓએ દેના ગુજરાત ગ્રામીણ બેંક, ખેડબ્રહ્મા શાખામાંથી રૂા.૩,૩૦,૦૦૦/- ટ્રેકટરની લોન મેળવેલ અને સદરહું લોન સમયસર ભરપાઈ ન કરાતા દેના ગુજરાત ગ્રામીણ બેંક,

ખેડબ્રહ્મા શાખાના બ્રાન્ચ મેનેજરશ્રીએ લોન ભરપાઈ કરાવવા વારંવાર કેવળાભાઈ કલાભાઈ પરમારને જણાવતા આરોપી કેવળાભાઈનાઓએ ફરીયાદી બેંકની સાથે હિસાબ સમજી લોન એકાઉન્ટનું તમામ દેવુ ચુકતે કરવા ફરીયાદી બેંકને આરોપી કેવળાભાઈએ ચેક રૂા.૩,ર૪,૯૯૯/- પુરાનો આપેલ. તે ચેક ફરીયાદી બેંકે ખાતામાં નાખતા પૂરતું બેલેન્સ ના હોઈ પરત ફર્યો હતો.

જેથી ફરીયાદી બેંકે કેવળાભાઈ કલાભાઈ પરમારના વિરૂધ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં.૧૬૮/ર૦૧૦ થી ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.

જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીજ જયુડિશીયલ કોર્ટ સમક્ષ ચાલી જતા ફરીયાદીના વકીલશ્રી વિરલ કે.વોરા અને કમલ આઈ. પંડયાની ધારદાર દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આ કેસમાં આરોપીને કસુરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ છ લાખ ઓગણપચ્ચાસ હજાર નવસો અઠાણુ પુરા દંડ તરીકે ભરવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૩૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.