Western Times News

Gujarati News

BRTSની માસિક-ત્રિમાસિક પાસ યોજનાને પેસેન્જર્સે વધાવીઃ ૨૧૭૨ પાસ નીકળ્યા

Files Photo

અમદાવાદ, એએમટીએસના પેસેન્જર્સને મનપસંદ યોજના હેઠળ માસિક અને ત્રિમાસિક પાસ અપાય છે, જેમાં પેેસેજર મનફાવે તેટલી વાર મનફાવે તે બસમાં બેસીને પ્રવાસ કરી શકે છે. બીઆરટીએસના પેસેન્જર્સ માટે પણ તંત્રએ આવી યોજના અમલમાં મૂકી છે, જેને બીઆરટીએસના પેસેન્જર્સે ઊમળકાભેર વધાવી લીધી છે.

ગત તા.૨૨ ઓક્ટોબરથી બીઆરટીએસ સત્તાવાળાઓએ જનમિત્ર કોન્ટક્ટલેન્સ કાર્ડ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠલ પેસેન્જરને રૂ.૭૫૦માં માસિક અને રૂા.૨૦૦૦માં ત્રિમાસિક પાસ અપાઇ રહ્યા છે.

પેસેન્જર માસિક અને ત્રિમાસિક પાસ યોજના હેઠળ એક જ વાર ભાડુ ચૂકવીને તે સમયગાળા દરમિયાન બીઆરટીએસમાં અમર્યાદિત મુસાફરીનો લાભ મેળવી શકે છે. પૈસા ને સમયની બચત સાથે લાંબી ટિકિટની કતારમાં ઊભા રહીને મુસાફરી કરવાની ઝંઝટમાંથી પણ પાસધારકને મુક્તિ મળે છે. આ યોજનાને પેસેન્જર્સે મોકળા મને આવકારી હોવાની જાણમાં મળ્યુ છે.

ઓક્ટોબર-૨૦૨૧માં કુલ ૭૫ માસિક પાસથી બીઆરટીએસને રૂ.૫૬,૨૫૦ની આવક અને ૨૪ ત્રિમાસિકથી રૂા.૪૮ હજારની આવક મળીને કુલ ૯૯ પાસથી રૂ.૧,૦૪,૨૫૦ લાખની આવક થઇ હતી.

ઓક્ટોબર-૨૦૨૧માં કુલ ૭૫ માસિક પાસથી બીઆરટીએસને રૂ.૫૬,૨૫૦ની આવક અને ૨૪ ત્રિમાસિકથી રૂા.૪૮ હજારની આવક મળીને કુલ ૯૯ પાસથી રૂા.૧,૦૪,૨૫૦ લાખની આવક થઇ હતી.

જ્યારે ગત નવેમ્બર મહિનામાં કુલ ૮૮૪ માસિક પાસથી તંત્રને રૂ.૬.૬૩ લાખની આવક અને ૧૮૯ ત્રિમાસિક પાસથી રૂા.૩.૭૮ લાખની આવક મળીને કુલ ૧૦૭૩ પાસથી રૂા.૧૦.૪૧ લાખની આવક થઇ હતી. આમ, અત્યાર સુધીમાં બીઆરટીએસ સત્તાવાળાઓને કુલ ૨૧૭૨ પાસથી કુલ રૂ.૧૧,૪૫,૨૫૦ની આવક થઇ છે.

નવેમ્બર મહિનામાં સૌથી વધુ ૧૦૨ માસિક પાસ ૧૫ નવેમ્બરે નીકળ્યા હતા, જેનાથી તંત્રને રૂા.૭૩,૫૦૦ની આવક થઇ હતી, જ્યારે ૨૩ નવેમ્બરે સૌથી વધુ ૧૯ ત્રિમાસિક પાસ નીકળતા સત્તાવાળાઓને રૂા.૩૮ હજારની આવક થઇ હતી.

બીઆરટીએસ સત્તાવાળાઓ દ્વારા એમ.જે. લાઇબ્રેરી, સોનીની ચાલી, મણિનગર રેલ્વે સ્ટેશન, ઝાંસી કી રાણી, ઓએનજીસી અવની ભવન અને બોપલ એપ્રોચ એમ કુલ છ બીઆરટીએસ સ્ટેશન ખાતે પેસેન્જર્સ માટે માસિક અને ત્રિમાસિક પાસ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.