Western Times News

Gujarati News

કોરોનાને માત આપવા અમેરિકાએ ‘એસ્ટ્રાઝેનેકાની એન્ટિબોડી દવાને મંજૂરી આપી

વોશિંગ્ટન, યુએસ ફેડરલ આરોગ્ય અધિકારીઓએ એક એવી દવાને મંજૂરી આપી છે જે ગંભીર આરોગ્ય સમસ્યાઓ અથવા એલર્જી ધરાવતા લોકો માટે, ગંભીર બીમારી ધરાવતા લોકો માટે અને જેઓ કોરોના રસીકરણ પછી પણ પૂરતું રક્ષણ મેળવી શકતા ન હતા તેમના માટે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ સામે એન્ટિબોડીઝ બનાવે છે.આ દવા દર્દીઓ માટે ખુબ લાભદાયક પુરવાર થશે.

કોરોના વાયરસના ચેપ સામે રક્ષણ માટે એન્ટિબોડીઝ બનાવવી એ છેલ્લા એક વર્ષથી પ્રમાણભૂત સારવાર છે. જાેકે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર કરાયેલ એન્ટિબોડી દવા ‘છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ’ છે. તે પ્રથમ દવા છે જે ચેપ સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડશે અને માત્ર ટૂંકા ગાળા માટે નહીં.

કેન્સરના દર્દીઓ, અંગ પ્રત્યારોપણ કરનારા, સહિત અનેક – રોગોથી પીડિત લોકો આ દવા લઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે અમેરિકાની બેથી ત્રણ ટકા વસ્તી આ શ્રેણીમાં આવે છે. ઘોષણા પહેલા, મિનેસોટા યુનિવર્સિટીના ડૉ. ડેવિડ બાઉલવેરે કહ્યું, “આ લોકો હજુ પણ બહાર નીકળી શકતા નથી કારણ કે તેઓને ચેપ લાગવાનું કે તેનાથી મૃત્યુ થવાનું જાેખમ વધારે છે.”

તેમણે કહ્યું કે આ દવાથી આમાંથી ઘણા લોકો ફરી એકવાર તેમની સામાન્ય દિનચર્યામાં પાછા આવી શકશે. ‘AstraZeneca’ની એન્ટિબોડી દવા જેને હ્લડ્ઢછ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેનું નામ ‘ઈદૃેજરીઙ્મઙ્ઘ’ છે. આ દવા પુખ્ત વયના અને ૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે છે જેમણે એન્ટિ-કોવિડ-૧૯ રસી લીધા પછી પૂરતી એન્ટિબોડી ક્ષમતા વિકસાવી નથી, અથવા જેમને રસી પ્રત્યે ગંભીર એલર્જી પ્રતિક્રિયા થાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.