Western Times News

Gujarati News

રાજ્યમાં નવા 70 કેસ સામે 28 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદ, રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. 2જી ડિસેમ્બરે 50 કેસ નોંધાયા હતા. જ્યારે સતત બીજા દિવસે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. 1 શહેર અને 26 જિલ્લામાં એકપણ નવા કેસો નોંધાયા નથી.

આજે 5મી ડિસેમ્બરે રાજ્યમાં એક દર્દીનું મોત નોઁધાયું છે. અગાઉ 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.74 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા છે. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 876ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 95 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 389 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 459 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 451 દર્દીની હાલત સ્થિર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.