Western Times News

Gujarati News

કોહલીએ કેપ્ટનશિપ છોડવાની ના પાડી હતી એટલે બીસીસીઆઇએ હકાલપટ્ટી કરી

મુંબઇ, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્‌સમેન રોહિત શર્માને વન-ડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને વિરાટ કોહલીના સ્થાને આ કમાન આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિરાટે ટી-૨૦ ની કેપ્ટન્સી છોડી દીધી હતી.

પરંતુ આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે વિરાટ વન-ડે ટીમની કમાન છોડવા માંગતો ન હતો અને બીસીસીઆઇએ તેની પાસેથી બળજબરીથી કેપ્ટનશિપ છીનવી લીધી છે.

વર્લ્‌ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આવું થવાનું હતું અને બીસીસીઆઇએ વિરાટ કોહલીને ભારતની વન ડે ટીમના કેપ્ટન પદ પરથી હટાવીને રોહિત શર્માને બાગડોર સોંપી દીધી હતી.

ઉલ્લેખનીય છે વિરાટ કોહલી કેપ્ટન પદ છોડવા માટે તૈયાર ન હોવાથી BCCIએ કેપ્ટનપદ છોડવા માટે કોહલીને ૪૮ કલાકનું એલ્ટીમેટ આપ્યું હતું.

જાે કે બીસીસીઆઇ છેલ્લા ૪૮ કલાકથી કોહલીના વનડે ટીમની કેપ્ટનશીપ છોડવાની રાહ જાેઈ રહ્યું હતું પરંતુ તેમણે તેમ કર્યું ન હતું. ત્યારબાદ ૪૯માં કલાકમાં રોહિત શર્માને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો, કોહલીની બરતરફીનો ઉલ્લેખ બીસીસીઆઈના નિવેદનમાં પણ કરવામાં આવ્યો ન હતો જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પસંદગી સમિતિએ આગળ જતાં રોહિતને વનડે અને ટી ૨૦ ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો ર્નિણય લીધો છે. કોહલીએ ફક્ત ટેસ્ટ કેપ્ટનશીપ તરીકે ચાલુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.