Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર લોકસભાના ર૭પ.પ૮ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરશે

૧૧ ડીસેમ્બરે સીમ્સ હોસ્પીટલ પાસે કાર્યક્રમ યોજાશે

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના મતવિસ્તાર ગાંધીનગરમાં વિકાસ હરણફાળ ભરી રહયો છે તેમજ રોડ, પાણી, લાઈટ, બગીચા જેવી પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી મંજુર અને પુર્ણ થઈ રહયા છે જે અંતર્ગત ગાંધીનગર લોકસભામાં મંજુર અને પુર્ણ થયેલા કામોના લોકાર્પણ- ખાતમુર્હુતના કાર્યક્રમનું આયોજન ૧૧ ડીસેમ્બરે કરવામાં આવ્યુ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા અંદાજે રૂા.ર૭પ કરોડના પ્રજાલક્ષી કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરશે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રૂા.૧૧ર.૪૦ કરોડના કામોનું લોકાર્પણ અને રૂા.૧૬૩.૧૮ કરોડના કામોનું ખાતમુર્હુત ૧૧ ડીસેમ્બરે કરશે.

થલતેજ અને ગોતા વોર્ડમાં જીમ્નેશીયમ, સ્વિમીંગ પુલ અને ટેનિસ કોર્ટના કામ અંદાજે રૂા.૪.૮૩ કરોડના ખર્ચથી પૂર્ણ થયા છે તેના લોકાર્પણ કરવામાં આવશે. તદ્‌પરાત થલતેજ વોર્ડમાં રૂા.૩૭.૭૭ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા વો.ડી. સ્ટેશન અને વસ્ત્રાપુર અંડરપાસને પણ પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવશે.

સીમ્સ હોસ્પીટલ ચાર રસ્તા પાસે હેબતપુરને જાેડતા ફોર લેન ફલાય ઓવરબ્રીજનું કામ રૂા.૬૬ કરોડના ખર્ચથી કરવામાં આવ્યુ છે જેનું લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે. ૧૧ ડીસેમ્બરના કાર્યક્રમમાં જાસપુર વો.ડી. સ્ટેશનની ક્ષમતામાં વધારો કરવા માટેના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં ર૦૦ એમ.એલ.ડી.નો વધારો થશે. જેના માટે રૂા.૧૦૯.૧ર કરોડનો ખર્ચ થશે. જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયા બાદ નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી બનશે. સદ્‌ર પ્રોજેકટનું ખાતમુર્હુત પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.

ગાંધીનગર લોકસભાના કામોનું લોકાર્પણ- ખાતમુર્હુતનો કાર્યક્રમ સીમ્સ હોટેલ ચાર રસ્તા સાયન્સ સીટી રોડ ખાતે યોજવામાં આવશે. મ્યુનિ. કમિશ્નર દ્વારા સદ્દર કાર્યક્રમ માટે સીટી ઈજનેર, મેડીકલ ઓફીસર, એડીશનલ એમ.ઓ.એચ ટેક્ષ એસેસર એન્ડ કલેકટર ચીફ ફાયર ઓફીસર, ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન સહીતના ઉચ્ચ ઓફીસરોને ખાસ ફરજ સોંપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.