Western Times News

Gujarati News

ગુજરાત પ્રદેશ પ્રમુખના હોદ્દાને કાંટાળો તાજ નહિ, કોંગ્રેસને મજબુત કરવાનો અવસર ગણાવતા જગદીશભાઈ ઠાકોર

કોંગ્રેસના અગ્રણી સર્વ રઘુભાઈ શર્મા, અમીતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, વિરોધ પક્ષના નવા નિયુક્ત સુખરામ રાઠવા, ભરતભાઈ સોલંકી, હાર્દિકભાઈ પટેલ સહિતના અગ્રણીઓના ભાજપ પર આક્રમક તેવર!

તસવીર ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ના પદગ્રહણ કાર્યક્રમની છે! પ્રાસંગિક ઉદબોધન કરતાં શ્રી જગદીશભાઈ ઠાકોર એ પ્રમુખપદની જવાબદારી એ કાટાળો તાજ નહીં પણ કોંગ્રેસ સામેના પડકારોમાં કોંગ્રેસને મજબુત કરવાના અવસર તરીકે લેખાવી ને

તેમણે વધુમાં કહ્યું હતું કે ૨૦૨૨માં કોંગ્રેસને સત્તા પર લાવવા માટે પૂરી એકતાથી, પુરી મજબૂતીથી આગળ વધીશું શ્રી જગદીશભાઈ ઠાકોરે તેમના પર વિશ્વાસ અભિવ્યક્ત કરી પ્રમુખ પદની જવાબદારી સોંપવા માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી રઘુભાઈ શર્મા નો પણ આભાર માન્યો હતો

અને ૨૦૨૨માં ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બનશે તેઓ અડગ વિશ્વાસ અભિવ્યક્ત કરી કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોનું દેવું માફ કરશે અને કોરોના મહામારીમાં ગુમાવેલા પરિવારને ૪ લાખની સહાય કરવાની પણ ઘોષણા કરી હતી પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળતાં શ્રી જગદીશભાઈ ઠાકોર પોતાની જિંદગીમાં ગરીબી અને સંઘર્ષમય તબક્કાને યાદ કરી અત્યંત ભાવુક થઇ ગયા હતા!

અને એક કામ માટે કોંગ્રેસના દરવાજે આવનારને આજે કોંગ્રેસે પ્રમુખપદની જવાબદારી સોંપી છે તેવું પણ જણાવ્યૂ હતું ડાબી બાજુથી બીજી તસવીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્માની છે તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે ઇન્જેક્શન ગરીબોને મફત માં આપેલા અને ૪૦ હજાર સુધીનું ની કિંમત નું ઇન્જેક્શન પણ મફતમાં આપેલું!

ત્રીજી તસવીર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા એ કોરોના કાળ દરમિયાન કોંગ્રેસે આપેલા પ્રજાકીય યોગદાનને મુદ્દા સાથે રજૂ કરી હતી ચોથી તસવીર વિરોધપક્ષના પૂર્વ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ કોંગ્રેસને પુરી એકતા થી જીતાડવા હાકલ કરી હતી આ ઉપરાંત પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી, ઉપપ્રમુખશ્રી હાર્દિક પટેલ સહિત અને કોંગ્રેસના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

જાેખમનો સામનો કરવાથી જાેખમ અડધું થઇ જશે – વિન્સ્ટન ચર્ચિલ

બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે ‘‘જાેખમથી બચી નીકળવાને બદલે તેનો જેટલો જલ્દી સામનો કરશો તેટલું જાેખમ અડધું થઇ જશે, ક્યારે કોઈ ચીજથી ભાગો નહીં”!! જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટના સહાયક ન્યાયાધીશ રોબર્ટ જેક્સને કહ્યું છે કે ‘‘ભૂલોમાંથી નાગરિકોને બહાર કાઢવા એ સરકારનું કામ નથી, સરકાર ભૂલો કરે તો તેને ખાડામાંથી ઉગારવાનું કાર્ય નાગરિકોનું છે”!!

ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી રાજકીય રીતે સમીક્ષા કરી એ તો સારો દેખાવ કર્યો હતો પણ કોંગ્રેસ સત્તા સ્થાને પહોંચાડવાનો પનો ટૂંકો પડયો હતો! અને ત્યાર પછી ભાજપે ગાંધી, સરદાર પટેલના મૂલ્ય બાજુ પર મૂકીને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરાવ્યા તે પણ કોંગ્રેસ સામેનો પડકાર હતો અને આવા અનેક રાજકીય પડકારોને અવસરમાં પલટાવવાનો ધનુષટંકાર કરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી લીધો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.