Western Times News

Gujarati News

ચોરીછૂપીથી અમેરિકામાં ઘૂસવા જતી ટ્રક મેકિસકોમાં પલટી ખાતા 54નાં મોત

લેટિન અમેરિકન દેશ મેક્સિકોના દક્ષિણ ભાગમાં ગયા ગુરુવારે એક મોટો માર્ગ અકસ્માત થઇ ગયો. જેમાં 54 લોકોનાં મોત થઇ ગયા અને અન્ય 50થી વધુ લોકો ઘવાયા હોવાના અહેવાલ છે. આ લોકો ચોરીછુપીથી અમેરિકા જઇ રહ્યા હતા. Mexico truck crash: At least 54 people killed as trailer overturns

ન્યૂઝ એજન્સી મુજબ 100થી વધુ લોકોને છુપાઇને લઇ જતી એક માલવાહક ટ્રક પલટી ખાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના દક્ષિણ મેક્સિકોના ચિયાપાસ થયો. ચિયાપાસ મેક્સિકોમાંથી અમેરિકામાં ઘુસવા માટેનું મહત્વનું ટ્રાન્ઝીટ પોઇન્ટ છે. Hundreds of thousands of migrants fleeing poverty and violence in Central America try to cross through Mexico each year in a bid to reach the US.

ચિયાપાસના પ્રોસિક્યુટર લુઇસ મેન્નાયુઅલ ગાર્સિયાના જણાવ્યા મુજબ અકસ્માતમાં 58 લોકોને ગંભીર ઇજા થઇ છે. ભોગ બનેલા મોટા ભાગના લોકો મધ્ય અમેરિકન દેશ ગુઆટેમાલાના વિદેશીઓ હતા. ઘાયલોમાંથી આશરે 40ને ગંભીર ઇજા થઇ છે. ટ્રકમાં આશરે 150 લોકો હતા. More than 150 people, said to be migrants from Central America, were crammed into the truck’s trailer when it rolled in the state of Chiapas.

સિવિલ પ્રોટેક્શન ડિરેક્ટરે જણાવ્યું કે પુરઝડપે દોડી રહેલી ટ્રકના ડ્રાઇવરે ચિયાપાસને જોડતા હાઇવે પર અંકુશ ગુમાવી દીધો હતો. જેથી ટ્રક પલટી કાઇ ગઇ હતી. અકસ્માત બાદ ડ્રાઇવર ભાગી ગયો હતો.

નોંધનીય છે કે  મધ્ય અમેરિકન દેશોની ગરીબી અને હિંસાથી કંટાળી વસાહતીઓ મેક્સિકો થઈને અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરે છે. આ ટ્રકમાં પણ અમેરિકા જવા માટે ગુઆટેમાલાના વસાહતીઓ ઠુંસી-ઠુંસીને ભરેલા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.