Western Times News

Gujarati News

જેના હાથમાં ડમરુ હશે તેના હાથમાં સરકાર : પ્રધાનમંત્રીએ કાશીમાં વિપક્ષોને આડકતરી રીતે ટકોર કરી

અહી ઔરંગઝેબ આવ્યા તો પણ બાબા વિશ્વનાથ ઉભા થઈ ગયા હતા: કોરીડોર અર્પણ સમયે સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભરતાના સંકલ્પ લેવડાવતા મોદી

જયાં મૃત્યુ પણ મંગલ છે અને સત્ય સંસ્કાર છે તે કાશીમાં એક જ સરકાર છે અને તે બાબા ભોલેનાથની: 

* મોદીએ યજમાન માફક લાલ વસ્ત્રમાં સજજ થઈ ગંગા સ્નાન કર્યુ: ડુબકી લગાવી: પગપાળા ભગવાન વિશ્ર્વનાથના મંદિરે પહોંચ્યા અને જલાભિષેક કર્યો: સમગ્ર વારાણસી શિવમય

વારાણસી,  દેશના કરોડો હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાતા તથા જયાં મૃત્યુ પણ મંગલ ગણાય છે તેવા કાશી

(વારાણસી)માં આજે કાશી વિશ્વનાથ કોરીડોરને ખુલ્લો મુકતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, મહાદેવની ઈચ્છા વગર અહી કશુ થતુ નથી. હું ફકત નિમિત બન્યો છું અને પુરુ વિશ્વ આજે કાશી સાથે જોડાઈ ગયું તેનો મને સૌથી વધુ આનંદ છે.

The Prime Minister, Shri Narendra Modi at the inauguration of Kashi Vishwanath Dham, in Varanasi, Uttar Pradesh on December 13, 2021.

શી વિશ્વનાથ કોરીડોરને ખુલ્લુ મુકયા બાદ સંતો-મહંતો અને આમંત્રીતોની હાજરીમાં વડાપ્રધાને જણાવ્યું કે, જેના હાથમાં ડમરુ તેની સરકાર એ કાશીની પરંપરા રહી છે. મને મારા કરતા પણ કાશીના લોકો પર વધુ વિશ્વાસ છે. આજે હું કાશીના લોકોને ત્રણ સંકલ્પ લેવડાવવા માંગુ છું જેમાં મોદીએ સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભરતાને અપનાવવા કાશીના લોકો તથા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાને આજે ગંગા સ્નાન કર્યા બાદ ચાલીને મંદિર પરિસર ગયા હતા અને અહી તેઓએ કાશી વિશ્વનાથની પુજા અર્ચના કરી હતી અને બાદમાં જણાવ્યું કે, કેટલાક લોકો એવા પણ છે કે જે આ મુદે રાજનીતિ રમે છે. બનારસના લોકો પર શક કરે છે પરંતુ તેમને ખબર નથી કે કાશી તો અવિનાશી છે. અહી મહાદેવની ઈચ્છા વગર કશું થતું નથી.

The Prime Minister Shri Narendra Modi inaugurating Shri Kashi Vishwanath Dham in Varanasi Uttar Pradesh on December 13, 2021. The Governor of Uttar Pradesh, Smt. Anandiben Patel, the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath and other dignitaries are also seen.

મોદીએ કહ્યું કે, આજે સોમવાર એ ભગવાન શિવનો વાર અને તે દિવસે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. મોદીએ આ કોરીડોરને શકય બનાવવા માટે રાત-દિવસ કામ કરનાર તમામ શ્રમિકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, બાબા વિશ્વનાથ ભકતોની સેવાથી પ્રસન્ન થયા છે અને તેથી જ તેમણે આજના દિવસે આ કામના સમાપનનો આશિર્વાદ આપ્યો હતો.

મોદીએ કહ્યું કે, આજના દિવસ પછી કાશી એક ફકત ધાર્મિક નહી પણ ટુરીઝમ પણ બની જશે અને તેને કારણે કાશીના લોકોના રોજગાર તથા ધંધા વ્યવહારને નવો વેગ મળશે. મોદીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, વારંવાર મા ગંગા તથા ભોલાનાથ મને તેમનું કોઈ કાર્ય કરવા પસંદ કરે છે.

પરંતુ ઉમેર્યુ કે મોદી જેવા કેટલાય આવશે અને ચાલી જશે પરંતુ કાશીનો મહિમા અમર રહેશે. મોદીએ એમ પણ કહ્યું કે, જયાં ગંગા પોતાની ધારા બદલે છે તે કાશીને કોણ રોકી શકે છે. ભગવાન શિવએ કહ્યું હતું કે મારી પ્રસન્નતા વગર કોઈ કાશીમાં આવી શકતા નથી અને તેથી જ હું મારી જાતને ધન્ય માનુ છું. મોદીએ પ્રારંભમાં ભોજપુરી ભાષામાં સંબોધન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.