Western Times News

Gujarati News

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસા વેક્સિનના બે ડોઝ લીધા હોવા છતા ઓમિક્રોન સંક્રમિત

ભારત સહિત વિશ્વને ધ્રુજાવી રહેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરીયેન્ટમાં એક તરફ દક્ષિણ આફ્રિકામાં નવા વેરીયેન્ટના 37,857 જેટલા કેસ થઇ ગયા છે અને બ્રિટન તથા અમેરિકા સહિતના દેશોમાં પણ આ નવા વેરીયેન્ટની ચિંતા છે તે સમયે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામફોસા ખુદ કોરોનાગ્રસ્ત થતા તેઓ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે. South African President Cyril Ramaphosa contracts COVID-19 as infections reach record high

વેક્સિનના બે ડોઝ લીધા હોવા છતાં પણ રાષ્ષ્ટ્રપતિ રામફોસાને કોરોનાના નવા વેરીયેન્ટનું સંક્રમણ લાગતા હવે આ વેરીયેન્ટ વેક્સિનને પણ દાદ દેતું નથી તે નિશ્ર્ચિત થઇ ગયું છે. રાષ્ટ્રપતિના કાર્યાલયના જણાવ્યા મુજબ ગઇકાલે તેઓ પોઝીટીવ જાહેર થયા હતા અને આઈસોલેશનમાં છે જો કે તેમના લક્ષણો હળવા હોવાનું જણાવાયું છે. રાષ્ટ્રપતિ ઓફીસે જણાવ્યું કે એક સમારંભમાંથી ટેસ્ટ કરવામાં આવશે.

આ વૃદ્ધ જ્યાં સારવાર હેઠળ છે તે જામનગરની જી.જી.હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઑમિક્રોન વોર્ડના નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અત્યારે વૃદ્ધની તબિયત તો સ્થિર છે પરંતુ 10 દિવસ બાદ પણ તેમનામાં વાયરસ યથાવત રહેવાને કારણે થોડી ચિંતા જરૂર અનુભવાઈ રહી છે.

આ વૃદ્ધને હજુ પણ તાવ-શરદી અને ઉધરસ હોવાને કારણે હાલ તેમને પેરાસિટામોલ અને ડોલો ટેબ્લેટ આપવામાં આવી રહી છે. જો કે દર્દીની ઉંમર 72 વર્ષની હોવાને કારણે તે પણ ક્યાંકને ક્યાંક વાયરસને હરાવી નહીં શકવા માટે કારણભૂત હોય તેવું કહી શકાય.

તેમણે કહ્યું કે, આ વૃદ્ધના સંપર્કમાં આવેલા 9 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને ઑમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના દાખલ થયાને હજુ 10 દિવસ પૂરા ન થયા હોવાને કારણે તેમનો રિપોર્ટ હજુ કરવામાં આવ્યો હતો. જો કે વૃદ્ધની સારવારને 10 દિવસ પૂરા થઈ ગયા હોવાથી તેમનો રિપોર્ટ કરાયો હતો જે ફરી પોઝિટીવ આવતાં આજે ફરી તેમનો ટેસ્ટ કરવામાં આવશે.

અત્યારે વૃદ્ધમાં તાવ, શરદી અને ઉધરસ જોવા મળી રહ્યા છે. બીજી કોઈ ગંભીર તકલીફ જણાઈ રહી નથી આમ છતાં ડૉક્ટરો ટેબ્લેટ આપવા ઉપરાંત સઘન સારવાર કરી રહ્યા છે. સંભવત: આજે થનારા ટેસ્ટમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.