Western Times News

Gujarati News

સિધ્ધપુર ખાતે ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના અંતિમ સંસ્કાર

મહેસાણા જિલ્લાના ઐંઝાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલ ડેન્ગ્યુ તથા મલ્ટી ઓર્ગન ફેઈલ્યોર ના કારણે ગઈકાલે અમદાવાદ ખાતે નિધન થયું છે. આજે સાંજે સિદ્ધપુર ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

ડિસેમ્બર ૨૦૧૭ માં કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા બાદ ફેબ્રુઆરી ૨૦૧૯ માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને મે ૨૦૧૯ ની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ઐંઝાની બેઠક અઢી વર્ષ બાદ ફરી ખાલી થઈ છે.

સક્રિય અને શિક્ષિત ધારાસભ્ય ના અવસાનના પગલે ઐંઝા વિધાનસભા મતવિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે તાજેતરમાં દિલ્હીની મુલાકાતે ગયેલા મહિલા ધારાસભ્યો સાથે તેઓ પરત આવ્યા બાદ તેમને ડેન્ગ્યુ હોવાનું બહાર આવ્યું હતું ઐંઝામાં બે દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો જણાતો ન હતો.

ગત શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં તેમની તબીયત નાજુક બનતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની ખબરઅંતર પૂછવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા

ઐંઝા એપીએમસીના ચેરમેન દિનેશ  પટેલ ઐંઝા ભાજપના હોદ્દેદારો હોસ્પિટલમાં ખડે પગે  ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તેમની તબિયત વધુ ને વધુ ખરાબ થઈ રહી હતી.  એક પછી એક તકલીફો બાદ મલ્ટી ઓર્ગન થવા લાગતા તેમણે ગઈકાલે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.

ગઈકાલે સાંજે જ આશાબેનના પાર્થિવ દેહને ઐંઝા ખાતે લાવવામાં આવ્યો હતો જયા મુખ્યમંત્રી, રાયપાલ દેવવ્રત આચાર્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ઉમિયા ધામ ઐંઝા ના ટ્રસ્ટીઓએ ઐંડા શોકની લાગણી વ્યકત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

અત્રે નોંધવું જરી છે કે ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા ૧૮૨ નો ધારાસભ્ય નો આંકડો અપશુકનિયાળ માનવામાં આવે છે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે રાય વિધાનસભામાં પાંચ વર્ષ માટે ચૂંટાતા ૧૮૨ ધારાસભ્યોનુ સંખ્યાબળ જળવાતું નથી અર્થાત વચ્ચેના સમયગાળામાં ધારાસભ્યોના અવસાન થવાના કારણે કે રાજીનામાના કારણે વિધાનસભા ખંડિત થાય છે

હાલની સ્થિતિએ રાયમાં કુલ ૧૮૨ ધારાસભ્યોના માટે દ્રારકાના ધારાસભ્ય પબુભા માણેક ને હાઈકોર્ટે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી હવે ઐંઝાના ભાજપના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલ ના નિધનને કારણે બીજી બેઠક પણ ખાલી થવા પામી છે.

ઉંઝાના તમામ બજારો આશાબેનના માનમાં બંધ
ઐંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ નું ગઈકાલે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન નિધન થતા આજે તેમની અંતિમયાત્રા ઐંઝા માર્કેટયાર્ડ થી શ કરવામાં આવી હતી જે વિશોળ ગામ થઈને સિદ્ધપુર પહોંચી હતી અને

આજે બપોરે તેમને સિધ્ધપુર ખાતે સરસ્વતી નદીના કાંઠે અંતિમ સંસ્કાર કરવામા આવ્યો હતો. તેમના માનમાં આજે ઐંઝા ના તમામ બજારો એ બધં પાડી ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ,

રાજપાલ દેવવ્રત આચાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ ડો. આશાબેન પટેલના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી હતી. આજે સવારે શ થયેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડા હતા. અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.