Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૮૪ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૭માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૮૪ નવા કેસ નોંધાયા છે અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૭૯૯૫ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૮૮,૯૯૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૩૦૮ કેસ નોંધાયા છે અને ૨૦૩ સંક્રમિતોના મોત થયા છે. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા.

૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૩,૮૮,૧૨,૫૭૭ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૬૬,૯૮,૬૦૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૯,૯૦,૪૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.