Western Times News

Gujarati News

મોદી મધરાત્રે કાશી નીહાળવા નીકળતા કાશીવાસીઓ ચોંકી ગયા

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા. રાતે બાર વાગ્યા સુધી ક્રૂઝ પર જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ ગોદૌલિયા ચારરસ્તા પહોંચી ગયા. થોડીવાર સુધી પગપાળા ટહેલ્યા બાદ તેઓ વિશ્વનાથ મંદિર પહોંચ્યા.

ત્યાં થોડીવાર રોકાયા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન જાેવા માટે પણ પહોંચ્યા. પીએમ મોદીએ રાતે આઠ વાગ્યાથી રાત ૧૨ વાગ્યા સુધી ક્રૂઝ પર ભાજપના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગોદૌલિયા માટે રવાના થયા. ગોદૌલિયા બનારસની એ જગ્યા છે જ્યાંની સૂરત સૌથી પહેલા બદલાઈ છે.

ગોદૌલિયાથી દશાશ્વમેઘ સુધીના રસ્તાઓને ગુલાબી પથ્થરોથી ખુબ જ આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુની ઈમારતોને પણ ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ગુલાબી સ્ટ્રીટ તો કેટલાક લંડન સ્ટ્રીટ પણ કહેવા લાગ્યા છે.

આ ગુલાબી સ્ટ્રીટની ખુબસુરતી જાેવા માટે પીએમ મોદી રાતે સાડા બાર વાગે ગોદૌલિયા ચાર રસ્તે પહોંચ્યા. ત્યાથી પગપાળા જ તેઓ દશાશ્વમેઘ ઘાટ તરફ જવા નીકળ્યા. આ દરમિયાન તેમણે કેટલાક લોકો પાસે જઈને તેમની મુલાકાત કરી અને વાતચીત પણ કરી. વિશ્વનાથની ગલી સુધી જઈને પાછા આવ્યા અને ગાડીમાં બેસીને વાંસફાટકથી કાશી વિશ્વનાથ માટે રવાના થયા. રાતે ૧૨.૪૦ વાગે પીએમ મોદીનો કાફલો કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યો.

૧૫થી ૨૦ મિનિટ સુધી ત્યાંની લાઈટિંગ નીહાળ્યા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન તરફ રવાના થઈ ગયા. પીએમ મોદીના કારણે જ બનારસ રેલવે સ્ટેશનોનો પણ લૂક સંપૂર્ણ બદલાઈ ગયો છે. રાતે ૧.૧૩ વાગે પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં નિરીક્ષણ કર્યું. સીએમ યોગીની સાથે સ્ટેશનના પ્લેટફોર્મ પર થોડીવાર ટહેલતા સાફ સફાઈ અને અન્ય ચીજાે નીહાળી. અહીંના સ્ટોલ પણ જાેયા. ત્યાં હાજર દુકાનદારોનું અભિવાદન કર્યું.

આ અગાઉ પીએમ મોદીએ સોમવારે સાંજે ક્રૂઝથી ગંગા આરતી જાેઈ. આ દરમિયાન તેમની સાથે ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આરતી બાદ તેમને પાછા બીએલડબલ્યુ અતિથિ ગૃહ જવાનું હતું પરંતુ મોડી રાત સુધી પીએમ મોદી ક્રૂઝ પર જ સવાર રહ્યા અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક ચાલતી રહી. આ દરમિયાન અસ્સીની બરાબર સામે ઊભેલા ક્રૂઝ પર જ ડિનર પણ થયું.

રાતે બરાબર ૧૨ વાગે બેઠક પૂરી થઈ. પીએમ મોદીએ સોમવારે સવારે કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શન કરવાની સાથે પોતાની કાશી યાત્રા શરૂ કરી હતી.

ત્યારબાદ ક્રૂઝથી કાશી વિશ્વનાથ માટે રવાના થયા. લલિતાઘાટ પહોંચીને ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી અને કળશમાં પવિત્ર ગંગા જળ લઈને બાબા વિશ્વનાથનો જળાભિષેક કરી વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. બાબાનું પૂજન કર્યા બાદ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું. લગભગ ચાર વાગ્યા સુધી ધામમાં રહ્યા બાદ પીએમ મોદી બીએલડબલ્યુ ગેસ્ટ હાઉસ ગયા હતા.

ત્યાંથી ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ સાથે સાંજે લગભગ છ વાગે ગંગા ઘાટ પાછા ફર્યા અને રો રો- ક્રૂઝથી ગંગા આરતી જાેઈ. આ દરમિયાન મુખ્યમંત્રીઓને ગગાની અદભૂત છટાના દર્શન પણ કરાવ્યા. ગંગાની આ પાર લેઝર શો થયો તો બીજી બાજુ શાનદાર આતિશબાજી થઈ હતી. અહીંથી પીએમ મોદીએ થોડીવાર બાદ જ ગેસ્ટ હાઉસ પહોંચવાનું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.