Western Times News

Gujarati News

સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપીડોનું કરાયેલું સફળ પરીક્ષણ

ઓડિશા, ડીઆરડીઓએ સોમવારે ઓડિશામાં બાલાસોર તટ પર એક લાંબી રેન્જના સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપીડોનુ સફળ પરીક્ષણ કર્યુ. ડીઆરડીઓએ કહ્યુ કે આ પ્રણાલીને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જે પારંપરિક ટોરપીડોની રેન્જથી વધારે છે.

આ એક આગામી પેઢીની મિસાઈલ આધારિત ટોરપીડો ડિલિવરી પ્રણાલી છે. ડીઆરડીઓએ જણાવ્યુ કે પરીક્ષણ દરમિયાન મિસાઈલની તમામ ક્ષમતાઓનુ સફળતાપૂર્વક પ્રદર્શન જાેવા મળ્યુ. આ ઉન્નત મિસાઈલ પ્રણાલી માટે ડીઆરડીઓની કેટલીક પ્રયોગશાળાઓએ વિભિન્ન ટેકનોલોજી વિકસિત કરી છે. નૌસેનાએ જલ્દી જ આની ભેટ મળી શકે છે.

આ મહત્વપૂર્ણ પરીક્ષણથી બે દિવસ પહેલા જ ડીઆરડીઓ અને વાયુ સેનાએ સ્વદેશમાં તૈયાર અને વિકસિત એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ હતુ. આ પરીક્ષણ પોખરણ રેન્જમાં થયુ હતુ. આ એન્ટી ટેન્ક મિસાઈલની ખાસ વાત એ છે કે આને હેલિકોપ્ટરથી લોન્ચ કરવામાં આવી શકે છે. સ્વદેશી હથિયાર પ્રણાલીઓને વર્તમાન સમયમાં આ ત્રીજુ પરીક્ષણ હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.